મોદીને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપનારી નર્સ છે પંજાબની, વેક્સિન લીધા પછી મોદીએ નર્સને શું પૂછ્યું ?
આ વખતે તેમને પંજાબની નર્સ નિશા શર્માએ બીજો ડોઝ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપનારી પુડુચેરીની નર્સ પી. નિવેદા પણ આજે હાજર રહી હતી.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીને દિલ્હી સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં કોરોના વેક્સીન કોવેક્સ (Covax)નો બીજો ડોઝ લીધો છે. આ વખતે તેમને પંજાબની નર્સ નિશા શર્માએ બીજો ડોઝ આપ્યો હતો. પ્રધાનમંત્રી મોદીને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપનારી પુડુચેરીની નર્સ પી. નિવેદા પણ આજે હાજર રહી હતી. પ્રધાનમંત્રીએ 1 માર્ચે કૌવેક્સનો પ્રથમ ડોઝ લગાવાયો હતો.
નર્સે કહ્યું- પીએમને મળવું યાદગાર ક્ષણ
કૌવેક્સ રસીનો બીજો ડોઝ આપનારી નર્સ નિશા શર્માએ પીએમ મોદીને મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું આ ક્ષણ તેના માટે યાદગાર બની ગઈ છે જ્યારે તેણે પીએમ મોદીને રસી આપી અને પ્રધાનમંત્રીએ તેમની સાથે કંઈક વાતચીત પણ કરી. નિશાએ જણાવ્યું કે, સવારે જ ખબર પડી કે પ્રધાનમંત્રી મોદી પોતાના કૌવેક્સીનના બીજા ડોઝ માટે એઈમ્સ આવી રહ્યા છે અને અમારે તેમને રસી આપવાની છે અમે તેમને રસીનો બીજો ડોઝ આપ્યો હતો. ખૂબ જ સારુ લાગ્યું, તેમને મળીને. તેમની સાથે થોડી વાતચીત પણ થઈ, તેમણે અમને પૂછ્યું કે તમે ક્યાંથી છો, પછી એક તસવીર લીધી હતી. આ અમારા માટે ખૂબ જ યાદગાર શ્રણ હતી કે તેમને મળવાની તક મળી.
પંજાબના સંગરુરની છે નિશા શર્મા
નિશાએ જણાવ્યું કે તે પંજાબના સંગરુરની રહેવાસી છે. તે છેલ્લા એક વર્ષથી એઈમ્સમાં નર્સિંગ ઓફિસરના રૂપમાં કાર્યરત છે. તેમણે જણાવ્યું કે હાલ તેની નોકરી રસીકરણ અભિયાનમાં છે.
પીએમ મોદીએ રસી લેવાની કરી અપીલ
પીએમ મોદીએ ટ્વીટ કરીને લોકોને રસી લેવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, “આજે AIIMSમાં મને કોરોના રસીનો બીડો ડોઝ આપવામાં આવ્યો. રસીકરણ આપણી પાસે વાયરસને હરાવવા માટેની એક રીત છે. જો તમે રસી લેવા માટે માન્ય છો તો ઝડપથી રજિસ્ટ્રેશન કરાવીને રસી લઈ લો.”