શોધખોળ કરો
Advertisement
વાતાવરણ પલટાયુ, હવામાન વિભાગે દેશના આટલા વિસ્તારોમાં વરસાદ પડવાની કરી આગાહી
આઇએડીએ આગાહી કરતાં કહ્યું કે, દેશમાં ઉત્તર ભારતમાં બે પશ્ચિમી વિક્ષોભના કારણે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ વિક્ષાભોનુ કારણ પર્વતીય અને મેદાની વિસ્તારોમાં ભારે પવન આવી શકે છે
નવી દિલ્હીઃ દેશમાં કેટલાક સ્થળો પર અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મે મહિનો ચાલી રહ્યો છે, જેના કારણે દેશમાં કેટલીક જગ્યાએ વરસાદ અને ભારે પવનના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે દેશના કેટલાક ભાગો પર આ અઠવાડિયામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે, તેમજ કેટલીક જગ્યાએ ભારે પવન પણ ફૂંકાશે.
આઇએડીએ આગાહી કરતાં કહ્યું કે, દેશમાં ઉત્તર ભારતમાં બે પશ્ચિમી વિક્ષોભના કારણે સામાન્યથી ભારે વરસાદ પડી શકે છે. આ વિક્ષાભોનુ કારણ પર્વતીય અને મેદાની વિસ્તારોમાં ભારે પવન આવી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડથી લઇને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુધી કેટલાક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્રનું કહેવુ છે કે, આગામી 36 કલાકમાં ઉત્તર-પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. અનુમાન પ્રમાણે, બંગાળની ખાડીમાં ચક્રવાતી પવનોના કારણે મેઘાલય, આસામ ઉપરાંત આંધ્રપ્રદેશ અને તામિલનાડુ જેવી તટીય રાજ્યોમાં પણ વરસાદ થઇ શકે છે.
આ પહેલા રાજધાની દિલ્હીમાં રવિવારે બે ત્રણ કલાક સુધી ભારે પવન ફૂંકાયો અને વાતાવરણમાં પલટો આવ્યો હતો, બાદમાં વરસાદ પડ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement