શોધખોળ કરો

આગામી ત્રણ કલાકમાં છોતરા કાઢી નાંખે એવો વરસાદ પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Rain Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે.

Gujarat Rain Forecast: હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ, આગામી થોડા કલાકોમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.

ભારે વરસાદની શક્યતા:

  • કચ્છ, અમરેલી, ગીર સોમનાથ અને દીવ: આ વિસ્તારોમાં ભારે પવન સાથે ગાજવીજ અને ભારે વરસાદ થવાની શક્યતા છે.

મધ્યમ વરસાદની શક્યતા:

  • મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, જૂનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને રાજકોટ: આ વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

હળવા વરસાદની શક્યતા:

  • આગામી ત્રણ કલાકમાં મોરબી, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નગર હવેલી, ભાવનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને સુરેન્દ્રનગર: આ વિસ્તારોમાં હળવા વરસાદ થવાની શક્યતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 15મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના ભરુચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં અતિભારે વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, પંચમહાલ, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ખેડા, મોરબી, પાટણ, અરવલ્લી, જામનગર, પોરબંદર સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની આગાહી છે.

16મી જુલાઈએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી પડવાની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અમરેલી, ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

આ દિવસે વલસાડ, નવસારી, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું જોર રહેશે. જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક ભાગોમાં ભારે વરસાદની આગાહીને પગલે, સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા સહિત જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડશે. બીજી તરફ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા જિલ્લામાં છુટાછવાયા સ્થળે ધીમી ધારે વરસાદ પડવાની શક્યતા છે.

18મી જુલાઈના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા અને દક્ષિણ ગુજરાતના વલસાદ અને નવસારીમાં અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Abp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી મનોરંજન ક્ષેત્રે હિતેન કુમારને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી ખેલ-કૂદ ક્ષેત્રે વરજાંગ વાળાને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી સંગીત ક્ષેત્રે પદ્મશ્રી હેમંત ચૌહાણને સન્માનિત કરાયાAbp Asmita Sanman Puraskar 2024: અસ્મિતા મહાસન્માનના વિશેષ પુરસ્કારથી લોકસાહિત્ય ક્ષેત્રે કિર્તીદાન ગઢવીને સન્માનિત કરાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Bharat Bandh: SC-ST અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ ભારત બંધ, આ પક્ષોએ આપ્યું છે સમર્થન
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Kolkata Rape Case: કોલકત્તામાં BJP નું 5 દિવસનું પ્રદર્શન, દુષ્કર્મ કેસના વિરોધમાં રસ્તાં પર ઉતરશે સૌરવ ગાંગુલી, વાંચો લેટેસ્ટ અપડેટ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
Gold Prices: સોનાએ લગાવી મોટી છલાંગ, એક દિવસમાં તોડ્યો મહિનાનો રેકોર્ડ
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
TRAI: ટેલીમાર્કેટિંગ કંપનીઓ પર કસાયો શિકંજો, મેસેજિંગ સેવાઓના દુરુપયોગ પર થશે કાર્યવાહી
Monkeypox: મંકીપૉક્સથી ડરવાની કેટલી જરૂર, શું આ બીમારીથી થઇ શકે છે મોત?
Monkeypox: મંકીપૉક્સથી ડરવાની કેટલી જરૂર, શું આ બીમારીથી થઇ શકે છે મોત?
Side Effects of Coffee: વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?
Side Effects of Coffee: વધુ કોફી પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક, એક દિવસમાં કેટલા કપ પીવી જોઇએ?
Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
Gujarat Rain: મન મૂકીને વરસશે મેઘરાજા, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી  
45 વર્ષ બાદ આ દેશની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન, PM મોદીનો પ્રથમ પ્રવાસ
45 વર્ષ બાદ આ દેશની મુલાકાત કરશે ભારતના વડાપ્રધાન, PM મોદીનો પ્રથમ પ્રવાસ
Embed widget