શોધખોળ કરો
મોદી સરકારે લોકડાઉન અંગે કરી મોટી જાહેરાત, જાણો કઈ કઈ વધારાની છૂટ લોકોને અપાઈ ?
કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સિનેમા મોલ્સ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થીયેટર્સ, બાર વગેરે ખોલલવાની છૂટ નથી આપવામાં આવી.

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉન હટાવવા અંગે મહત્વની જાહેરાત કરી છે અને સોમવારથી જ દેશભરમાં અનલોકનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે. કેન્દ્ર સરકારે આ માટે વિશેષ ગાઇડલાઇન બહાર પાડી છે. નવી ગાઇડલાઇન મુજબ દેશભરમાં રાત્રીનો કરફ્યૂ હવે રાત્રે વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી અમલી રહેશે. આ ઉપરાંત એક દુકાને પાંચથી વધુ લોકોને ઉભા રહેવાની છૂટ આપવામાં આવી છે પણ માસ્ક પહેરવા સહિતના નિયમોનું પણ પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત 31 જુલાઇ સુધી સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવશે. જો કે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોઇ જ છૂટછાટ નહીં મળે. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં સિનેમા મોલ્સ, જીમ, સ્વિમિંગ પુલ, એન્ટરટેઇન્મેન્ટ પાર્ક, થીયેટર્સ, બાર વગેરે ખોલલવાની છૂટ નથી આપવામાં આવી. કન્ટેઇન્મેન્ટ ઝોનમાં મેટ્રો પણ શરૂ નહીં કરાય. ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અને પેસેંજર ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવી શકે છે. 8 જૂનથી ધાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો ખોલવાની છૂટ યથાવત રહેશે. 31મી જુલાઇ સુધી કન્ટેઇન્મેન્ટ ઝોનમાં લોકડાઉનનો યોગ્ય રીતે અમલ કરાવવામાં આવશે.
વધુ વાંચો




















