શોધખોળ કરો
Advertisement
મોદી સરકારનો પેટ્રોલ-ડીઝલ પર સેસ વધારવાનો નિર્ણય, જાણો ભાવમાં થશે શું ફેરફાર ?
આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 86.30 રૂપિયા પ્રતિ લિટર હતા. જ્યારે ડીઝલની કિંમત 76.48 રૂપિયા પ્રતિ લિટ હતી.
નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણે દાયકાનું પ્રથમ બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ સૌથી મોટો ઝટકો સામાન્ય માણસને આપ્યો છે. મોદી સરકારે આ બજેટમાં ડીઝલ પર 4 રૂપિયા પ્રતિ લિટર કૃષિ સેસ લગાવ્યો છે. જ્યારે પેટ્રોલ પર કૃષિ સેસ 2.5 રૂપિયા પ્રતિ લિટર વધારવામાં આવ્યો છે.
જોકે આ સેસ આવતીકાલથી ભાવમાં લાગુ થશે કે પછી તેને અન્ય કોઈ સાથે એડજસ્ટ કરવામાં આવશે તે અંગે કોઈ ખુલાસો થયો નથી. ગ્રાહકો પર આ પેટ્રોલ ડીઝલ પર લગાવવામાં આવેલ સેસનો બોજ આવશે કે નહીં તે આવતીકાલે ભાવમાં ખબર પડશે. સરકારે દાવો કર્યો છે કે કોઈ બોજ સામાન્ય લોકો પર નહીં પડે, કેમકે એકસાઇઝમાં ઘટાડો કરાયો છે.
નોંધનીય છે કે, આજે પેટ્રોલના ભાવ દિલ્હીમાં 86.30 રૂપિયા પ્રતિ લિટર હતા. જ્યારે ડીઝલની કિંમત 76.48 રૂપિયા પ્રતિ લિટર હતી.
મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત 92.86 રૂપિયા પ્રતિ લિટર છે. સાથે જ ડીઝળની કિંમત 83.30 રૂપિયા પ્રતિ લિટર છે. ઉપરાંત કોલકાતામાં પેટ્રોલ 87.96 રૂપિયા પ્રતિ લિટર, ડીઝલ 80.08 રૂપિયા પ્રતિ લિટર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion