શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સંસદનું વિશેષ સત્ર બોલાવી શકે છે મોદી સરકાર, કારણ જાણીને ચોંકી જશો
મોદી સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીને સમગ્ર વર્ષ દરમિયાન ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે મોદી સરકાર સસંદનું વિશેષ સત્ર બોલાવવાનું વિચારી રહી છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતીને સમગ્ર વર્ષ દરમિયાન ધામધૂમથી મનાવવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત અનેક કાર્યક્રમો આયોજન કરવામાં આવી રહ્યું છે અને હવે મોદી સરકાર સસંદનું વિશેષ સત્ર બોલાવવાનું વિચારી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિશેષ સત્ર બોલાવી શકે છે.
ગત સપ્તાહે થયેલી એક બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી હતી. 18 નવેમ્બરથી શરૂ થઈ રહેલું સંસદનું શિયાળુ સત્ર 13 ડિસેમ્બરે પૂરું થયા બાદ આ વિશેષ સત્ર બોલાવામાં આવી શકે છે. વિશેષ સત્ર દરમિયાન મહાત્મા ગાંધીના જીવન અને તેમના યોગદાનને લઈ ચર્ચા કરવામાં આવી શકે છે.
મહાત્મા ગાંધીની 150મી જયંતીને એક વર્ષ સુધી મનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક રાષ્ટ્રીય કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રી સામેલ કરવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સત્ર દરમિયાન શીખોના પહેલા ગુરુ નાનકદેવની 550માં પ્રકાશ પર્વ પર પણ ચર્ચા કરાશે. આગામી મહિનાની 12 તારીખે ગુરુનાનક દેવનો 550મો પ્રકાશ પર્વ મનાવાશે. 8 તારીખે પાકિસ્તાન સ્થિત ગુરુનાનકના જન્મસ્થાન કરતારપુર સુધી સીધા જવા માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોર શ્રદ્ધાળુઓ માટે ખોલવાનો કાર્યક્રમ છે.
India vs South Africa: સાઉથ આફ્રિકાનો 3-0થી વ્હાઇટ વોશ કર્યા બાદ કોહલીએ ધોની અને ગાંગુલીને લઈ શું કહ્યું ? જાણો વિગત
ગુજરાતના કયા-કયા વિસ્તારોમાં પડ્યો વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion