Monsoon Session Live: રાજ્યસભા 22 જુલાઈ સુધી સ્થગિત
નવી દિલ્લીઃ સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભા આજે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
LIVE
Background
નવી દિલ્લીઃ સંસદમાં ચોમાસું સત્રના બીજા દિવસે પણ વિપક્ષે હંગામો મચાવ્યો હતો. રાજ્યસભા આજે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે
રાજ્યસભા 22 જુલાઈ સુધી સ્થગિત
Rajya Sabha adjourned till July 22
— ANI (@ANI) July 20, 2021
કોરોના પર ચર્ચા
રાજ્યસભામાં બીજેપીના સાંસદ સ્વપ્ન દાસગુપ્તાએ કોરોના મહામારી પર ચર્ચા દરમિયાન કહ્યું કે, આ મહામારી આપણા માટે શીખવા વાળો અનુભવ રહ્યો છે. સ્વપ્ન દાસગુપ્તાના ભાષણ દરમિયાન વિપક્ષના સાંસદ સતત હંગામો કરતા રહ્યાં. આ પછી ગૃહની કાર્યવાહી ફરી એકવાર સ્થગિત કરી દેવામાં આવી.
રાજ્યસભામાં કાર્યવાહી શરૂ
સંસદના ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ છે. આ બધાની વચ્ચે રાજ્યસભાની કાર્યવાહી એકવાર ફરીથી શરૂ થઇ ગઇ છે. જોકે વિપક્ષના નેતા હજુ પણ ગૃહમાં સરકાર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યાં છે. આ પહેલા વિપક્ષના જોરદાર હંગામાના કારણે ગૃહની કાર્યવાહી એક વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.
ફોન ટેપિંગ મામલે વિપક્ષે કર્યો હંગામો
સોમવારે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પત્રકારો અને ઘણા નેતાઓના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરના નામ પણ સામે આવ્યા છે. વિપક્ષે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી હતી. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સંસદમાં સરકારનો બચાવ કરતા કોંગ્રેસના નેતાઓ જ નહીં કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન પ્રહલાદ પટેલ અને આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના પણ ફોન હેકિંગના ટાર્ગેટ હતા.
પેગાસસ મામલે હંગામો
સોમવારે કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે પત્રકારો અને ઘણા નેતાઓના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી અને પ્રશાંત કિશોરના નામ પણ સામે આવ્યા છે. વિપક્ષે આ મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાની માંગ પણ કરી હતી.