શોધખોળ કરો
Advertisement
બેંક ઉઠી જતા ફસાયા હતા 90 લાખ રૂપિયા, હાર્ટ અટેકથી થયું મોત
પીએમસી બેંક ડૂબી રહી હોવાના સમાચારા બાદ લોકો રૂપિયા ઉપાડવા બેંકમાં પડાપડી કરી રહ્યા છે.
મુંબઈઃ મુંબઈના રહેવાસી સંજય ગુલાટી (51)ને એક પછી એક અનેક ઝાટકા મળ્યા, ત્યાર બાદ તેમનું મોત થઈ ગયું. સંજયની પહેલા જેટ એરવેઝમાંથી નોકરી ગઈ, બાદમાં બચતમાંથી તે કોઈરીતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. ત્યારે જ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોએપરેટિવ બેંક (પીએમસી)નું કૌભાંડ બહાર આવ્યું. સંજયે પણ પીએમસીમાં 90 લાખ રૂપિયા જમા કરાવી રાક્યા હતા, કૌભાંડના અહેવાલ સાંભળતા જ સંજયના હૌંશ ઉડી ગયા.
સોમવારે તેઓ બેંક પર લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા, આ પ્રદર્શન બાદ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમને હૃદય રોગનો હુમલો આવ્યો, જેના કારણે તેમનું મોત થયું. પીએમસી બેંક ડૂબી રહી હોવાના સમાચારા બાદ લોકો રૂપિયા ઉપાડવા બેંકમાં પડાપડી કરી રહ્યા છે જેના કારણે બેંકમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો.
એમસી બેંકમાં ગ્રાહકોના 11,500 કરોડ રૂપિયા જમા છે. બેંકની બ્રાંચ પંજાબ, મહારાષ્ટ્ર, દિલ્હી અને ગોવામાં છે. પીએમસી બેંકની 137 બ્રાંચ છે અને દેશની ટોપ-10 કો-ઓપરેટિવ બેંકમાંથી એક છે. આરોપ મુજબ પીએમસી બેંકના મેનેજમેન્ટે પોતાના નોન પરફોર્મિગ એસેટ અને લોન વિતરણ અંગે આરબીઆઈને ખોટી માહિતી આપી હતી. જે બાદ આરબીઆઈએ બેંક પર અનેક પ્રતિબંધ લગાવી દીધા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement