શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્ર: શિવસેનાને મોટો ઝટકો, ભાજપમાં સામેલ થયા 400 શિવસૈનિક
મુંબઇના ધારાવીમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 400 જેટલા શિવસૈનિકો ભાજપમાં સામેલ થયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં અનેક રાજકીય ઉથલપાથલ બાદ શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળી સરકાર બનાવી હતી. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર બન્યા બાદ હવે તેની અસર જોવા મળી રહી છે. મુંબઇના ધારાવીમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે 400 જેટલા શિવસૈનિકો ભાજપમાં સામેલ થયા છે.
મુંબઈમાં એક સાથે આટલા બધા શિવસૈનિકોએ પાર્ટી છોડતા મહારાષ્ટ્રમાં શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. આશરે 400 જેટલા શિવસૈનિકો ભાજપમાં સામેલ થયા હતા. મહારાષ્ટ્રમાં શિવસેનાએ કોંગ્રેસ-એનસીપી સાથે મળીને ગઠબંધન કર્યું છે જે મહાવિકાસ આઘાડી નામે સત્તામાં છે. ત્રણેય પક્ષોએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુખ્યમંત્રી બનાવવા માટે સહમતિ આપી હતી.Mumbai: Around 400 Shiv Sena workers joined BJP at an event organised in Dharavi, yesterday. #Maharashtra pic.twitter.com/zGBAVH0zDr
— ANI (@ANI) December 5, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
રાજકોટ
Advertisement