શોધખોળ કરો
મુંબઈ મેરેથોનમાં દોડતા 7 લોકોને હાર્ટ એટેક, એકનું મોત
42 કિમીની ટાટા મેરેથોન દોડ સવારે 5 વાગે શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટાટા મેરાથન દોડની શરૂઆત કરાવી હતી.
![મુંબઈ મેરેથોનમાં દોડતા 7 લોકોને હાર્ટ એટેક, એકનું મોત Mumbai Marathon One Died, 7 Suffers Heart Attack મુંબઈ મેરેથોનમાં દોડતા 7 લોકોને હાર્ટ એટેક, એકનું મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/19163658/mumbai-merethon.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: મુંબઈમાં રવિવારે ટાટા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેરાથન દોડમાં સામેલ 7 લોકોને હાર્ટ એટેક આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એક વૃદ્ધનું મોત થયું છે.
અન્ય લોકોની લોકોની સારવાર ચાલી રહી છે. આ માહિતી બોમ્બે હોસ્પિટલના પીઆરઓ દ્વારા આપવામાં આવી છે. લોકોમાં અંગદાન વિશે જાગ્રતતા લાવવા માટે ડોક્ટર્સે પણ મેરેથોનમાં ભાગ લીધો હતો.
42 કિમીની ટાટા મેરાથન દોડ સવારે 5 વાગે શરૂ થઈ હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ટાટા મેરેથોન દોડની શરૂઆત કરાવી હતી. 45થી વધારે લોકોએ આ રેસમાં ભાગ લીધો હતો. પુરુષ વર્ગના ત્રણ વિનર ઈથિયોપિયાના છે. પહેલાં નંબરે ડેરારા હુરિસા, બીજા નબંરે એલે અબશેરો અને ત્રીજા નંબરે બિરહાની તાશોમ રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)