શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

100, 100, 84, 4 - કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠકોની ફોર્મ્યુલા લગભગ નક્કી

Maharashtra Election 2024: મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારની પાર્ટી સામેલ છે. ત્રણેય પક્ષો સાથે મળીને લોકસભા ચૂંટણી લડ્યા અને એનડીએને પાછળ ધકેલી દીધું.

મહારાષ્ટ્રના વિપક્ષી જૂથ મહાવિકાસ આઘાડીમાં બેઠક વહેંચણીનું ફોર્મ્યુલા લગભગ નક્કી થઈ ગયું છે. સૂત્રો અનુસાર, રાજ્યની 288 બેઠકોમાંથી 100 બેઠકો પર ઉદ્ધવ ઠાકરે અને 100 બેઠકો પર કોંગ્રેસ ચૂંટણી લડશે. શરદ પવારની પાર્ટીને 84 બેઠકો અને બાકીની ચાર બેઠકો સહયોગીઓ માટે રાખવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણેય પાર્ટીઓ 60 ટકા બેઠકો પર સહમત છે. કેટલીક બેઠકો પર હજુ પણ મતભેદ છે પરંતુ તેને જલદીથી વાતચીત દ્વારા સુલઝાવી લેવામાં આવશે.

ખરેખર, મહાવિકાસ આઘાડીમાં બેઠક વહેંચણીમાં થઈ રહેલા વિલંબ પર તાજેતરના દિવસોમાં નિવેદનબાજી થઈ. ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે કોંગ્રેસ પર 'વ્યસ્ત' હોવાનો આરોપ લગાવતા વિલંબ માટે જવાબદાર ઠેરવી હતી. વિપક્ષી જૂથનો પ્રયાસ છે કે ચૂંટણી પહેલા વધુ સમય ન ગુમાવતા બેઠકોની વહેંચણી નક્કી કરી લેવામાં આવે જેથી પાર્ટીઓ પોતાની તૈયારીઓમાં લાગી જાય.

એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે ઉદ્ધવ ઠાકરે, કોંગ્રેસ અને શરદ પવાર સાથે જ વિધાનસભા ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં પણ ત્રણેય પક્ષોની 'ત્રિપુટી'એ રાજ્યની સત્તા પર કાબિજ એનડીએની બેઠકોમાં ગાબડું પાડ્યું. આ પરિણામો પછીથી જ એમવીએના હોંસલા બુલંદ છે.

2019 વિધાનસભા ચૂંટણીના પરિણામો

મહારાષ્ટ્રમાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 2019માં રાજ્યની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી હતી. ભાજપ 164 બેઠકો પર લડી અને 105 બેઠકો પર જીતવામાં સફળ રહી. શિવસેના (અવિભાજિત) 126 બેઠકો પર લડી અને 56 બેઠકો પર પાર્ટીને સફળતા મળી. એનસીપીએ 121 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા. આમાંથી પાર્ટીને 54 બેઠકો પર જીત મળી હતી. કોંગ્રેસના 147 ઉમેદવારોમાંથી 44 નેતાઓ જ ધારાસભ્ય બન્યા.

આ વખતની વિધાનસભા ચૂંટણી રસપ્રદ હશે. શિવસેનામાં બે ફાડ થઈ ચૂક્યા છે. એનસીપી પણ બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. કોંગ્રેસના પણ ઘણા નેતાઓ પાર્ટી છોડી ચૂક્યા છે. આવી સ્થિતિમાં એમવીએ અને એનડીએ બંને જ જૂથો માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાની લડાઈ માનવામાં આવી રહી છે.

તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં તેના શાનદાર પ્રદર્શન બાદ કોંગ્રેસ મુંબઈમાં વધુ બેઠકો જીતવાની આશા રાખી રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ 13 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT)એ 9 અને NCP (SP)એ 8 બેઠકો જીતી છે.

આ પણ વાંચોઃ

નિયમ ગેરબંધારણીય છે' - કેન્દ્ર સરકારની Fact Check યુનિટને બોમ્બે હાઈકોર્ટે કરી રદ્દ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIG New: રાજકોટમાં ભાજપના નેતા પર હુમલો! PI સંજય પાદરીયાએ હુમલો કર્યો હોવાનો લગાવ્યો આરોપHun To Bolish : હું તો બોલીશ : નશેડી નબીરોHun To Bolish : હું તો બોલીશ : માસૂમની તસ્કરીના માફિયા કોણ?Valsad News : વલસાડ જિલ્લામાં ટોલટેક્સમાં વધારો, વાહનચાલકોમાં તોતિંગ વધારાથી રોષ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
IPL 2025 માટે જેદ્દાહમાં બે દિવસની હરાજીનો અંત, 182 ખેલાડીઓ રૂ. 639.15 કરોડમાં વેચાયા; રિષભ પંત સૌથી મોંઘો
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
Rajkot News: પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારા પર હુમલો, ખોડલધામ-સરદાર ધામ વચ્ચે વિવાદ કારણભૂત
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
'કોંગ્રેસને ઝીરો વોટ, ગ્રામજનોએ પૂછ્યું - અમે તો મત આપ્યો હતો', રાગિની નાયકે વીડિયો શેર કરીને કર્યો દાવો
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ICSE ની ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ થયું જાહેર, જાણો કઈ તારીખથી શરૂ થશે એક્ઝામ
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
ISKCON ના ચિન્મય પ્રભુની બાંગ્લાદેશમાં ધરપકડ, હિંદુઓ પર હુમલાનો વિરોધ કર્યો હતો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
બીજા દિવસે આ 3 ભારતીયો પર પૈસાનો ભારે વરસાદ, મુંબઈએ CSK પાસેથી ધોનીના ખાસ ખેલાડીને છીનવી લીધો
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
તમારી આ મનપસંદ વસ્તુ બાળકો માટે ઝેર સમાન છે, આજે જ આપવાનું બંધ કરો નહીંતર....
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
ઉદ્ધવ ઠાકરેને સીએમ બનવાના આશીર્વાદ આપનાર અવિમુક્તેશ્વરાનંદ હવે બતાવવા લાગ્યા મહારાષ્ટ્રમાં ભાજપની જીતની ફોર્મ્યુલા
Embed widget