શોધખોળ કરો
Advertisement
ટ્રમ્પના અમદાવાદ આગમન પહેલા PM મોદીએ ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગત
ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, ભારત યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા આતુર છે.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારથી બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યા છે. તેમની સાથે પત્ની મલાનિયા અને પુત્રી ઈવાન્કા તથા જમાઈ પણ આવી રહ્યા છે. ટ્રમ્પ ભારત પ્રવાસની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના અમદાવાદથી કરશે. અમદાવાદમાં આગમન બાદ તેઓ 22 કિમીનો રોડ શો કરી મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને સંબોધશે.
મોદીએ શું કર્યુ ટ્વિટ
ટ્રમ્પના અમદાવાદ આગમનને લઈ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું, ભારત યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા આતુર છે. આવતીકાલે તે અમારી સાથે હશે જે ગૌરવની વાત છે. અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ થશે.
ગુજરાતમાં ખુલી શકે છે યુએસ એમ્બેસી ટ્રમ્પની મુલાકાત બાદ રાજ્યને મોટી ભેટ મળી શકે છે. ગુજરાતમાં અમેરિકન વિઝા સેન્ટર ખોલવાની જાહેરાત થઈ શકે છે. અમેરિકન એમ્બેસી શરૂ કરવા માટે વડાપ્રધાન કાર્યાલય, ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યાલય અને એક્સટર્નલ અફેર્સ મંત્રાલય દ્વારા મોટાભાગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ભારતમાં US વિઝા માટે અરજી કરતા લોકોમાં ગુજરાતીઓની સંખ્યા વધારે છે. હાલ ગુજરાતમાં અમેરિકન એમ્બેસી ન હોવાથી વીઝા લેવા માટે મુંબઇ, દિલ્હી કે ચેન્નાઇ જવું પડે છે. જો ગુજરાતમાં યુએસ એમ્બેસી ખુલશે તો ઘણા લોકોને લાભ થશે. મોટેરામાં ઉભી કરાઈ ટેમ્પરરી હોસ્પિટલ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ મોટેરા સ્ટેડિયમમાં જ ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. 53 એમ્બ્યુલન્સ સાથે 24 મેડિકલ ટીમો રોડ શોના રૂટ પર ખડેપગે રહેશે. 35 ડિગ્રી ગરમીમાં આમંત્રિતોને મુશ્કેલી વેઠવી પડશે. ઉપરાંત આઠ જિલ્લાનો મેડિકલ સ્ટાફ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણી બોલિવૂડના વિલન ‘મોગેમ્બો’ સાથે કરી પછી શું કહ્યું, જાણો પ્રથમ ટેસ્ટઃ બોલિંગ બાદ બેટિંગમાં પણ ભારે પડ્યો ન્યૂઝીલેન્ડનો આ ખેલાડી, પ્રથમ ટેસ્ટમાં જ બનાવ્યો આ રેકોર્ડIndia looks forward to welcoming @POTUS @realDonaldTrump. It is an honour that he will be with us tomorrow, starting with the historic programme in Ahmedabad! https://t.co/fAVx9OUu1j
— Narendra Modi (@narendramodi) February 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ
Advertisement