શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રઃ નાંદેડમાં બે સાધુઓની ગળું દબાવીને હત્યા, ભાજપે કહ્યું- કાનૂન વ્યવસ્થા સંભાળવામાં સરકાર નિષ્ફળ
નાંદેડમાં સાધુની હત્યાથી સંત સમાજ ગુસ્સામાં છે. આદિયોગી ગૌતમ સ્વામીએ મહારાષ્ટ્ર સરકારને હત્યારાને જલદી પકડવાની માંગ કરી છે.
નાંદેડઃ મહારાષ્ટ્રના નાંદેડમાં બે સાધુઓની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિવાચાર્ય અને ભગવાન શિંદે નામના બે સાધુઓની આશ્રમની અંદર જ ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. બીજેપી નેતા રામ કદમે સાધુઓની હત્યા પર સવાલ ઉઠાવીને કહ્યું, રાજ્યમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ કથળી છે.
નાંદેડમાં સાધુની હત્યાથી સંત સમાજ ગુસ્સામાં છે. આદિયોગી ગૌતમ સ્વામીએ મહારાષ્ટ્ર સરકારને હત્યારાને જલદી પકડવાની માંગ કરી છે. નાંદેડના SP વિજયકુમાર માગેરે જણાવ્યું, "મૃતક સાધુ અને હત્યારા આરોપી એક જ સમુદાયના છે. મર્ડર કેસમાં કોઈ કોમી એંગલ નથી. અમે આરોપીની શોધ કરી રહ્યા છીએ, જે ઘટનાને અંજામ આપી ત્યાંથી ફરાર થઈ ગયો છે."
બાલબ્રહ્મચારી શિવાચાર્યનું ગળુ દબાવીને હત્યા કરવામાં આવી છે. તેમની લાશ બાથરૂમ પાસેથી મળી છે. આ ઉપરાંત નજીકમાંથી તેમના સેવાદાર ભગવાન શિંદે નામના વ્યક્તિની પણ લાશ મળી છે. હત્યારા દ્વારા હત્યા બાદ દાનપેટી લઈને ભાગવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ સફળ થયા નહોતા.
આ પહેલા પાલઘરમાં 70 વર્ષીય કલ્પવૃક્ષનાથગિરી અને 35 વર્ષના સુશીલગિરી નામના 2 સાધુ તથા તેમના 32 વર્ષના ડ્રાઈવર નીલેશ તેલગડેની હત્યા કરવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસે 110 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 9 સગીર હોવાના કારણે તેમને બાળ સુધારણા ગૃહમાં મોકલવામાં આવ્યા હતા. ઉપરાંત 2 પોલીસકર્મીને આ મામલે બેદરકારી દાખવવા મુદ્દે મહારાષ્ટ્ર સરકારે સસ્પેન્ડ કર્યા હતા.
UP સરકારે કોરેન્ટાઈન સેન્ટરમાં મોબાઈલ ફોન લઈ જવા પર મુક્યો પ્રતિબંધ, અખિલેશે કહ્યું- હોસ્પિટલોની દુર્દશા છુપાવવા આપ્યો આદેશ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion