શોધખોળ કરો

Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર

Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

Nayab Singh Saini Oath Ceremony:  નાયબ સિંહ સૈની બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલામાં યોજાનાર શપથ ગ્રહણ સમારોહને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ પંચકુલાના દશેરા ગ્રાઉન્ડમાં રાજ્યના 25માં સીએમ તરીકે શપથ લેશે. જો કે આ પદ સંભાળનાર તેઓ 11મા વ્યક્તિ હશે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 37 વિશેષ મહેમાનો હાજર રહેશે. તેમાં વીસ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ સામેલ છે. સૈની સાથે 10 થી 12 મંત્રીઓ શપથ લઈ શકે છે.

બુધવારે ધારાસભ્ય દળની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષક ગૃહ પ્રધાન અમિત શાહ અને મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની હાજરીમાં ધારાસભ્ય કૃષ્ણકુમાર બેદીએ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય અનિલ વિજે તેને સમર્થન આપ્યું હતું. તમામ ધારાસભ્યોએ એક મત સાથે સૈનીના નામને મંજૂરી આપી હતી. આ પછી સૈનીએ રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો હતો. સૈનીએ તેમને 48 ધારાસભ્યોની યાદી સોંપી હતી. ત્રણ અપક્ષ ધારાસભ્યો સાવિત્રી જિંદાલ, રાજેશ જુન અને દેવેન્દ્ર કાદિયાને પણ ભાજપ સરકારને સમર્થન કરતો પત્ર રાજ્યપાલને સુપરત કર્યો હતો.

નાયબ સૈની ગુરુવારે બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેમની સાથે કેટલાક અન્ય મંત્રીઓ પણ શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ સમારોહમાં વડા પ્રધાન મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને ઘણા કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો, મુખ્યપ્રધાનો અને વિવિધ રાજ્યોના નેતાઓ હાજર રહેશે.

શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી અને અમિત શાહ ઉપરાંત રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અનેક કેન્દ્રીય મંત્રીઓ, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. આ પહેલા નાયબ સરકારમાં કેબિનેટમાં કયા ધારાસભ્યોને સ્થાન મળશે તેની ચર્ચા ચાલી રહી છે. જેમાં અનિલ વિજ, મહિપાલ ઢાંડા, મૂળચંદ શર્મા જેવા નેતાઓના નામ ચર્ચામાં છે.

આ સિવાય મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં અન્ય ચાર નામોની પણ ચર્ચા થઈ રહી છે. સાવિત્રી જિંદાલ પણ તેમાં છે. તે અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સાવિત્રી કુરુક્ષેત્રના બીજેપી સાંસદ નવીન જિંદાલની માતા છે. તેઓ માર્ચમાં ભાજપમાં જોડાયા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ ન મળતા તેમણે હિસાર વિધાનસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી અને જીતી હતી. આ પછી તેમણે ભાજપને સમર્થન જાહેર કર્યું.

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ, કોંગ્રેસનો સરકારની બહાર રહેવાનો નિર્ણય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'

VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG

IND Vs NZ:  ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી

પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Rain | મોડી રાતે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા ગોઠણડુબ પાણી | Abp AsmitaKutch Earthqauke | ખાવડામાં ચારની તીવ્રતાનો અનુભવાયો ભૂકંપનો આચંકો, ક્યાં નોંધાયું કેન્દ્રબિંદુ?Banaskantha Farmer | પાલનપુર પંથકમાં વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બનીHun To Bolish | હું તો બોલીશ | વાવમાં વોટિંગ તો વિસાવદરનો શું વાંક?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
કેનેડાના દાવાઓની ખુલી પોલ, હવે ટ્રુડોએ કર્યો સ્વીકાર- 'ભારતને નથી આપ્યા નિજ્જર હત્યાકાંડના પુરાવા'
VIP Security changed:  સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
VIP Security changed: સીએમ યોગી,રાજનાથ સિંહ સહિત 9 લોકોની સુરક્ષામાંથી હટાવવામાં આવશે NSG
IND Vs NZ:  ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
IND Vs NZ: ભારત અને ન્યૂઝીલેન્ડ ટેસ્ટને લાગ્યો મોટો ઝટકો, ચાર દિવસ સુધી વરસાદની આગાહી
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
પૉપ બેન્ડ One Directionના પૂર્વ સભ્ય લિયામ પાયનેનું ત્રીજા માળેથી પડી જતા મોત
Ajay Jadeja: વિરાટ કોહલીથી આગળ નીકળ્યા અજય જાડેજા, રાતોરાત બન્યા કરોડોની સંપત્તિના માલિક
Ajay Jadeja: વિરાટ કોહલીથી આગળ નીકળ્યા અજય જાડેજા, રાતોરાત બન્યા કરોડોની સંપત્તિના માલિક
Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર
Nayab Singh Saini Oath Ceremony: નાયબ સિંહ સૈની સરકારનો આજે શપથ ગ્રહણ સમારોહ, PM મોદી સહિતના નેતાઓ રહેશે હાજર
New Justice Statue: ભારતમાં હવે 'કાયદો આંધળો નથી'! ન્યાયની દેવીની નવી પ્રતિમામાં આંખ પર પટ્ટી હટાવવામાં આવી

Jobs Layoffs: બોઇંગ બાદ હવે એરબસ પણ કરી શકે છે છટણી, હજારો કર્મચારીઓને નોકરીમાંથી હાંકી કઢાશે

Embed widget