Banaskantha Farmer | પાલનપુર પંથકમાં વરસાદથી મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની
હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ પાલનપુરના ગ્રામીણ વિસ્તાર મડાણા ,ગઢ સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતા ખેડૂતોને શિયાળાની શરૂઆતમાં જ મગફળી સહિતના પાકોને નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે.. મગફળી ના પાક લેવાના સમયે જ વરસાદ આવતા ખેડૂતોનો બહાર કાઢેલો મગફળીનો પાક પલળી ગયો છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ સર્જાયો છે
બનાસકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ પાલનપુર ના ગ્રામીણ વિસ્તાર મડાણા ગઢ સહીત ના પંથકમાં ભારે પવન અને સાથે વરસાદ પડ્યો હતો. પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં 1100 હેક્ટર મગફળી નું વાવેતર કરાયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસ માં મડાણા, ગઢ,દલવાડા, કુંભાસણ સહીતના ગામો માં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.જોકે મડાણા,ગઢ માં ભારે પવન સાથે વરસાદ પડતાં ખેડૂતોના ખેતરોમા મગફળી નો પાક પલડી જતા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.પરસેવો પાડીને ખેડૂતોએ મગફળી અને મકાઈના પાકને તૈયાર કર્યો હતો પરંતુ કમોસમી વરસાદ સાથેના ભારે પવને ખેડૂતોની મહેનતને પાણીમાં ફેરવી દેતા ખેડૂતોને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે ..