શોધખોળ કરો
8 જૂનથી શરૂ થતા રેસ્ટોરન્ટ મુદ્દે કેંદ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો વિગત
રેસ્ટોરન્ટમાં જતા લોકોએ એકબીજાથી 6 ફૂટનું અંતર બનાવીને રાખવુ જરૂરી હશે. આ સિવાય માસ્ક વગર રેસ્ટોરન્ટમાં નહી જઈ શકો.
![8 જૂનથી શરૂ થતા રેસ્ટોરન્ટ મુદ્દે કેંદ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો વિગત New guideline issued for restaurants opening from 8th june 8 જૂનથી શરૂ થતા રેસ્ટોરન્ટ મુદ્દે કેંદ્ર સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/06/05040051/hotel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: દેશમાં 1 જૂનથી અનલોક 1.0 ચાલી રહ્યું છે અને તેના આગામી ચરણ એટલે કે 8 જૂનથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં રેસ્ટોરન્ટ અને મંદિર ખોલવામાં આવશે. જેને લઈને સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
રેસ્ટોરન્ટમાં જતા લોકોએ એકબીજાથી 6 ફૂટનું અંતર બનાવીને રાખવુ જરૂરી હશે. આ સિવાય માસ્ક વગર રેસ્ટોરન્ટમાં નહી જઈ શકો. ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે વૃદ્ધ, ગર્ભવતી મહિલાઓ અને બાળકોએ રેસ્ટોરન્ટમાં ન જવું જોઈએ. સરાકરની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે લોકોના હાથ ખરાબ ન હોવા છતાં વારંવાર હાથ ધોતા રહેવા જોઈએ.
ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટના સ્ટાફે હાથ અને મોઢુ ઢાકીને કામ કરવું પડશે. પછી તે શેફ હોય કે વેઈટર અથવા અન્ય કર્મચારી તેમણે આ નિયમોનું પાલન કરવું પડશે. રેસ્ટોરન્ટે મોટી ઉંમરના સ્ટાફને ફ્રન્ટલાઈનમાં નથી રાખવાના,નવી ગાઈડલાઈનમાં તે ખાસ કહેવામાં આવ્યું છે.
રેસ્ટોરન્ટ ખુલશે તો ખરા પરંતુ તેમાં માત્ર 50 ટકા લોકોને ભરી શકાશે અને તેમાં પબ્લિક બેસી શકશે. રેસ્ટોરન્ટ મેન્યૂને ડિસ્પોઝેબલ ફોર્મમાં રાખવું પડશે એટલે તેને સમય-સમય પર રિપીટ ન કરી શકાય.
રેસ્ટોરન્ટના એયરકન્ડીશનર્સને સરકારની ગાઈડલાઈના હિસાબથી ચલાવવા પડશે. એસીને લઈને જે નિર્દેશ આપવામાં આવ્યા છે તેનું પાલન કરવું જરૂરી હશે.
રેસ્ટોરન્ટ માટે સાફ નિર્દેશ છે કે ગ્રાહકના જતા બાદ તે જે સીટ પર બેઠા હોય ત્યા સેનિટાઈઝ કરવું પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
સમાચાર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)