દેશના આ મોટા શહેરમાં કોરોનાની વચ્ચે અચાનક ડેન્ગ્યૂ-મલેરિયાના કેસ વધતા ફફડાટ, જાણો વિગતે
બીએમસી (BMC)ના અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, આખા મુંબઇ શહેરમાં વરસાદથી ડેન્ગ્યૂ અને મલેરિયા જેવી બિમારીઓના કેસો વધી રહ્યાં છે.
Mumbai Malaria Cases: દેશમાં કોરોનાનો હજુ કેર શાંત થયો નથી ત્યાં તો નવી આફત આવીને ઉભી થઇ ગઇ છે. દેશના મોટા શહેર અને આર્થિક રાજધાની મુંબઇમાં કોરોનાની વચ્ચે વરસાદને લઇને મોટી આફત આવી ગઇ છે. મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે શહેરમાં અચાનક ડેન્ગ્યૂ અને મલેરિયાના કેસોમાં સતત વધારો થવા લાગ્યો છે. આ બિમારી વાળા દર્દીઓની સંખ્યા વધતા જ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, બીએમસી (BMC)ના અધિકારીઓએ મંગળવારે કહ્યું કે, આખા મુંબઇ શહેરમાં વરસાદથી ડેન્ગ્યૂ અને મલેરિયા જેવી બિમારીઓના કેસો વધી રહ્યાં છે. લેટેસ્ટ અપડેટ અનુસાર, શહેરમાં જુલાઇના પહેલા ત્રણ દિવસોમાં ગેસ્ટ્રૉએટેરાઇટિસના 49 કેસો, મલિરાયના 39 કેસો અને ડેન્ગ્યૂ સાત કેસ નોંધાયા છે.
એવુ પણ કહેવામાં આવ્યુ છે કે, વૉર્ડ ઇ (રે રૉડ અને મદનપુરા વિસ્તાર) અને એચ ઇસ્ટ (ઇન્દિરા નગર, ગાઓદેવી અને વકોલા પાઇપલાઇન જેવા વિસ્તારો)માં ડેન્ગ્યૂના કેસો સતત વધી રહ્યાં છે.
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા -
India Corona Cases Today: દેશમાં કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. જુલાઈ મહિનામાં પાંચમી વખત 16 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,159 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા. જ્યારે 15,394 સંક્રમિતો સાજા થયા હતા. એક્ટિવ કેસ 1.15 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા છે.
દેશમાં એક્ટિવ કેસ 1,15,212 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,270 થયો છે. અત્યાર સુધીમાં 4,29,07,327 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 198,20,86,810 થયો છે, જેમાંથી ગઈકાલે 9,95,810 ડોઝ આપવામાં આવ્યા હતા.
- 5 જુલાઈએ 13,086 નવા કેસ અને 19 સંક્રમિતોના મોત થયા હતા.
- 4 જુલાઈએ 16,135 નવા કેસ નોંધાયા અને 24 સંક્રમિતોના મોત થયા હતા.
- 3 જુલાઈએ16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા હતા.
- 2 જુલાઈએ 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત.
- 1 જુલાઈએ 17 હજારથી વધુ કેસ નોંધાયા.
આ પણ વાંચો........
રાજ્યમાં ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની કુલ 10 ટીમો તૈનાત
Gujarat Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર
Astrology: શનિનું થશે રાશિ પરિવર્તન, આ રાશિના જાતકનો નવી નોકરી અને પ્રમોશન માટેનો ઇંતેજાર થશે ખતમ
LPG Cylinder Price Hike: આમ આદમીને મોંઘવારીનો મોટો ઝાટકો, LPGની કિંમતમાં થયો મોટો વધારો
India Corona Cases Today: દેશમાં કોરોના કેસમાં ફરી થયો વધારો, દૈનિક પોઝિટિવિટી રેટ 3.56 ટકા
Fengshui Tips for Money: ધનને આકર્ષવા માટે ફેંગસૂઇની આ ટિપ્સને અનુસરો, વૈભવમાં થઇ જશો માલામાલ