શોધખોળ કરો
Advertisement
આગામી મહિને ટ્રેક પર દોડશે 'હમસફર', કઇ ખાસિય છે આ ટ્રેનમાં જાણો
નવી દિલ્લીઃ હમસફર ટ્રેનના આગામી મહિને ટ્રેક પર ઉતારવાની તૈયારી ચાલી રહી છે. રેલ બજેટ 2016-17માં રેલ મંત્રી સુરેશ પ્રભુએ હમસફર ટ્રેનની જાહેરાત કરી હતી. જેમા તમામ કોચ એસી-3 કેટેગેરી હશે. પહેલી ટ્રેન દિલ્લીથી ગોરખપુર વચ્ચે શરૂ થવાની આશા છે.
આ ટ્રેન અલગ કેવી રીતે હશે જાણો.
આ એક ઓવરનાઇટ ટ્રેન છે, તે બીજી પણ ઘણી સુવિધાથી સજ્જ છે. આ સર્વિસ નોર્મલી એસી-3 કોચમાં નથી હોતી. તેના દરેક બર્થમાં સીસીટીવી, જીપીએસ-બેસ્ડ પેસેન્જર્સ ઇન્ફૉર્મેશન સિસ્ટમ, ફાયર અને સ્મોક ડિટેક્શન અને સપ્રેશન સિસ્ટમ રહેશે. તે સિવાય મોબાઇલ લેપટૉપ ચાર્જિંગ પોઇન્ટ પણ હશે.
'હમસફરટ કોચમાં મહારાજા એક્સપ્રેસના કોચ જેવા હશે. આ ટ્રેનની અંદર બહારનો કલર પણ બદલવામાં આવ્યો છે. સાથે જ વિનાઇલ શીટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.આ શીટ મહારાજા એક્સપ્રેસના કેચ જેવી છે.
બીજી ટ્રેનોથી આ ટ્રેનોનું ભાડૂ 20 ટકા વધું હશે. ટ્રેનમાં સ્પેશિયલ કેટેગરી સર્વિસમાં આવવાથી ઘણી મોર્ડન ફેસિલિટીજ હોય છે. આ માટે એડિશનલ ખર્ચને પુરા કરવા માટે તેનું ભાડૂ પણ વધુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion