શોધખોળ કરો
નિર્ભયા કેસઃ તિહાર જેલમાં અપરાધીઓને ફાંસી આપવાની તૈયારીઓ શરૂ, દોષી અક્ષયનો પરિવાર મળવા ન આવ્યો
નિર્ભયાના અપરાધીઓને ફાંસી થવાને હવે થોડી જ કલાકો બાકી છે. તિહાર જેલમાં ફાંસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

નવી દિલ્હીઃ તિહાલ જેલમાં ફાંસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નિર્ભયાના ચોથા દોષી અક્ષય ઠુકારનો પરિવાર હજુ સુધી તેને મળવા માટે આવ્યો નથી. આજે બપોરે 12-30 સુધી તે મુલાકાત કરી શકે છે. જેલ સૂત્રો અનુસાર જો આજ સાંજ સુધી પણ પરિવાર આવે છે તો મુલાકાત કરવા દેવામાં આવશે. આવતી કાલે સવારે ચારેય અપરાધીઓને ફાંસી આપી દેવામાં આવશે. નિર્ભયાના અપરાધીઓને ફાંસી થવાને હવે થોડી જ કલાકો બાકી છે. તિહાર જેલમાં ફાંસીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ચારમાંથી ત્રણ અપરાધીઓના પરિવારજનો તેને મળી ચૂક્યા છે. જ્યારે ચોથા અપરાધી અક્ષય ઠાકુરનો પરિવાર હજુ સુધી તેને મળવા આવ્યો નથી. અપરાધીને આજે બપોરે 12-00 સુધી પરિવારજનો મુલાકાત કરી શકે છે. જોકે જેલ સૂત્રો અનુસાર જો આજે સાંજ સુધી અક્ષયનો પરિવારને કોઈ મળવા આવે છે તો મુલાકાત કરવા દેવામાં આવશે. ચારેય અપરાધીને આવતીકાલે ફાંસી થશે. જણાવીએ કે, 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીના રસ્તા પર નિર્ભયાની સાથે બર્બરતા આચરનાર ચારેય અપરાધીઓને 20 માર્ચના રોજ ફાંસીની તારીખ નક્કી કરવામાં આવી છે.
વધુ વાંચો





















