શોધખોળ કરો
Advertisement
લવ જેહાદ મુદ્દે નીતિન પટેલેનું નિવેદન, વિધર્મીની કુદ્રષ્ટિથી દીકરીઓને બચાવો
લવ જેહાદના બનતા બનાવોને અટકાવવા માટે ભાજપ તેના વિરૂદ્ધ કાયદો લાવવા કટિબદ્ધ હોય તેવા સંકેત મળી રહ્યાં છે. યૂપીમાં યોગી સરકારે આ કાયદાને લાગૂ કર્યા બાદ અન્ય રાજ્યો પણ કાયદો બનાવવા તરફ વિચારણા કરી રહ્યા છે. ત્યારે આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. શું કહ્યું નીતિન પટેલે જાણીએ.
ઉત્તર પ્રદેશ બાદ દેશના કેટલાક રાજ્યો લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવા વિચાર કરી રહયાં છે. આ મુદે ગુજરાતમાં બે સાંસદ તેમજ એક ધારાસભ્ય લવ જેહાદ વિરુદ્ધ કાયદાની માગ કરી રહ્યા છે... ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે આ મુદ્દે સુચક નિવેદન આપ્યું છે.
રામ મંદિર નિર્માણ માટે વિશ્વ હિંદૂ પરિષદના કાર્યાલયમાં આયોજીત નિધિ સમર્પણ કાર્યક્રમમાં નીતિન પટેલે હિંદૂ સંસ્કૃતિના જતનનની વાત કરતા વિશ્વભરમાં આ સંસ્કૃતિનું કેટલું મહત્વ છે, તે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો. હિન્દુ સંસ્કૃતિ માટે લવ જેહાદની બનતી ઘટનાને તેમણે ચિંતાજનક ગણાવી હતી અને લવ જેહાદના કાયદાને વિધર્મીની કુદષ્ટ્રી સામેનું હથિયાર ગણાવ્યું હતું.
નીતિન પટેલે આજે નિધિ સમર્પણ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે ભારત માતાને સુરક્ષિત રાખવા માટે અને વિધર્મીની કુદષ્ટી સામે જવાબ આપવા લવ જેહાદ કાયદો લાવવો જરૂરી હોવના સંકેત આપ્યા હતા. તેમણે લવ જેહાદની બનતી ઘટના પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, આખરે શા માટે આવી ઘટના દેશમાં બને છે. તે વિશે ચિંતન કરવાનો અને પગલા લેવાનો સમય આવી ગયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
ટેકનોલોજી
Advertisement