કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછતના કારણે એક પણ મોત નથી થયું, યોગી સરકારનો દાવો
ગૃહમાં એક સવાલ પૂછતા કોગ્રેસના ધારાસભ્ય દીપકે પૂછ્યું હતું કે અનેક મંત્રીઓએ પત્ર લખીને કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની અછતના કારણે મોત થઇ રહ્યા છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે વિધાનપરિષદને જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં રાજ્યમાં ઓક્સિજનની અછતના કારણે એક પણ મોત થયું નથી. આ નિવેદનની સાથે યોગી સરકારે વિપક્ષના દાવાઓને ફગાવ્યા હતા. યોગી સરકારે કહ્યું કે ડેથ સર્ટિફિકેટમાં મહામારીના કારણે મરનારા 22,915 દર્દીઓમાંથી એક પણનું ઓક્સિજનની અછતના કારણે મોત થયાનો ઉલ્લેખ નથી. પ્રશ્નકાળ દરમિયાન કોગ્રેસ સભ્ય દીપક સિંહને જવાબ આપતા સ્વાસ્થ્યમંત્રી જય પ્રતાપ સિંહે કહ્યું કે- રાજ્યમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની અછતના કારણે કોઇના પણ મોતના સમાચાર નથી.
ગૃહમાં એક સવાલ પૂછતા કોગ્રેસના ધારાસભ્ય દીપકે પૂછ્યું હતું કે અનેક મંત્રીઓએ પત્ર લખીને કહ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની અછતના કારણે મોત થઇ રહ્યા છે. તે સિવાય અનેક સાંસદોએ આ અંગેની ફરિયાદો કરી હતી. ઓક્સિજનની અછતના કારણે મોતની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. શું આખા રાજ્યમાં આ મોત અંગે સરકાર પાસે કોઇ જાણકારી છે. શું સરકારે ગંગામાં વહેતા મૃતદેહો અને ઓક્સિજનની અછતથી પીડિત લોકોને જોયા નથી?
સ્વાસ્થ્ય મંત્રી જય પ્રતાપે સ્પષ્ટતા કહ્યું કે હોસ્પિટલમાં ભરતી દર્દીના મોતની સ્થિતિમાં ડોક્ટર ડેથ સર્ટિફિકેટ આપે છે. રાજ્યમાં કોરોનાથી પીડિતો માટે ડોક્ટરો દ્ધારા જાહેર કરાયેલા 22,915 ડેથ સર્ટિફિકેટોમાં ક્યાંય પણ ઓક્સિજનની અછતના કારણે મોતનો કોઇ ઉલ્લેખ નથી. મહામારી દરમિયાન અનેક મોત અન્ય બીમારીઓના કારણે થઇ હતી. સરકારે અછત હોવા પર અન્ય રાજ્યો પાસેથી ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી.
Surat: પાંડેસરામાં 10 વર્ષીય માસૂમની હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
ગુજરાતમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, મહેસાણામાં મહિલાનો રિપોર્ટ પોઝિટીવ
India Corona Cases: દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસમાં થયો વધારો, જાણો આજનો લેટેસ્ટ આંકડો
Surat : મોબાઇલ પર વાત કરતા કરતા કામ કરવાની ટેવ હોય તો જોઇ લો આ વીડિયો, નહીં તો પછી.......