શોધખોળ કરો

Odisha Train Accident: 'ટિકિટ વગર મુસાફરી કરનારા મુસાફરોને પણ મળશે સહાય' રેલવેએ કર્યો મોટો નિર્ણય

રેલવેએ રવિવારે (4 જૂન) કહ્યું કે જેઓ ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ છે.

Railway Compensation For Death: રેલવેએ રવિવારે (4 જૂન) કહ્યું કે જેઓ ટિકિટ વગર મુસાફરી કરી રહ્યા હતા તેઓ પણ ઓડિશામાં અકસ્માત પીડિતોમાં સામેલ છે. ટિકિટ વગરના મુસાફરોને પણ સહાય આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આ કરવામાં આવશે.

રેલવેના પ્રવક્તા અમિતાભ શર્માએ જણાવ્યું હતું કે, મુસાફરો પાસે ટિકિટ હોય કે ન હોય, તેમને સહાય આપવામાં આવશે.  રેલ્વે બોર્ડના ઓપરેશન્સ મેમ્બર જયા વર્મા સિન્હાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા દરેક ઘાયલ મુસાફરની સાથે સ્કાઉટ અથવા ગાઈડ હોય છે, જે તેના નજીકના સંબંધીઓને શોધવામાં મદદ કરે છે.

139 પર વરિષ્ઠ રેલ્વે અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે

જયા વર્મા સિન્હાએ કહ્યું કે હેલ્પલાઈન નંબર 139 પર રેલવેના વરિષ્ઠ અધિકારીઓ પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે અને શક્ય તેટલા લોકો સાથે જોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઘાયલ અથવા મૃતકોના પરિવારના સભ્યો અમને ફોન કરી શકે છે અને અમે ખાતરી કરીશું કે તેઓ તેમને મળી શકે. અમે તેમની મુસાફરી અને અન્ય ખર્ચાઓનું ધ્યાન રાખીશું. 

મૃત્યુના કિસ્સામાં 10 લાખ રૂપિયા

રેલવેએ એમ પણ કહ્યું હતું કે 139 સેવા અવિરત ચાલુ રહેશે અને રેલવે મંત્રી દ્વારા જાહેર કરાયેલા સહાયની રકમ  મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ, ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને સામાન્ય ઇજાઓ માટે રૂ. 50,000 આપવામાં આવશે.

રેલવેના જણાવ્યા અનુસાર ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનો વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 275 લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતના બે દિવસ બાદ અનેક મુસાફરોના પરિવારજનો તેમના પ્રિયજનોને શોધી રહ્યા છે. ઘટનાસ્થળે રાહત બચાવ કાર્ય સતત ચાલુ છે. આ અકસ્માતમાં 1100થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. 

બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ હવે CBIના હવાલે

ઓડિશાના બાલાસોરમાં ભયાનક ત્રણ ટ્રેન અકસ્માતમાં 275 લોકોના મોત થયાના દિવસો બાદ હવે સીબીઆઈ દ્વારા તપાસની ભલામણ કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાહેરાત કરી હતી. રેલવે મંત્રીએ કહ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી બાદ રેલવે બોર્ડ દ્વારા સીબીઆઈ તપાસની ભલામણ કરવામાં આવી છે.

તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ પાસાને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી જે પણ વહીવટી માહિતી પ્રાપ્ત થઈ છે તેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે બોર્ડે ભલામણ કરી છે કે, સીબીઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget