શોધખોળ કરો
Advertisement
એક દેશ એક ચૂંટણીઃ કોંગ્રેસે કહ્યું- મોદી રાજીનામું આપી લોકસભા કરે ભંગ, બીજેપીએ કહ્યું- માત્ર ચર્ચાની વાત કરી
નવી દિલ્હીઃ એક દેશ એક ચૂંટણી પર ચર્ચા ચાલુ છે તે દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ અમિત શાહના નિવેદન પર સ્પષ્ટતા આપી છે. જેમાં તેમણે કહ્યું હતું કે, 11 રાજ્યોના સાથે લોકસભા ચૂંટણી પર વિચાર કરવો જોઈએ.
બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ અમિત શાહનો પત્ર દેખાડીને કહ્યું કે 11 રાજ્યોની સાથે લોકસભા ચૂંટણીની વાત તેમણે નથી કરી. પાર્ટીમાં પણ આ પ્રકારની કોઈ ચર્ચા નથી. મીડિયાએ ખોટા અહેવાલ ચલાવ્યા છે.
સંબિત પાત્રાએ કહ્યું, “એક રાષ્ટ્ર, એક ચૂંટણી પર પહેલા પણ ચર્ચા થઈ ચુકી છે. ચૂંટણી પંચ, નીતિ આયોગને આ અંગે વાત કરી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે સર્વ સહમતિ હોય તે સારી વાત છે.”
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, “એક સાથે ચૂંટણી બંધારણમાં સુધારા સિવાય શક્ય નથી. આ ઉપરાંત એક જ રસ્તો છે કે મોદી રાજીનામું આપે અને લોકસભા ભંગ કરી ચૂંટણીની જાહેરાત કરે. જો લોકસભા ભંગ થાય તો અમે લોકસભા અને ત્રણ વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવા તૈયાર છીએ.”
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે, “લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણી એક સાથે થાય તે આ ચૂંટણીમાં શક્ય નથી. જોકે વૈચારિક રીતે તે શક્ય છે.”
મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું કે, “પાંચ રાજ્યોમાં ચૂંટણી આમ પણ લોકસભા ચૂંટણી સાથે થાય છે. અમારી પાસે મશીન હશે તો કોઈ મુશ્કેલી નહીં પડે. જોકે વૈચારિક રીતે તે સાચું છે પરંતુ તાત્કાલિક શક્ય નથી.”
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બોલિવૂડ
ક્રિકેટ
ગુજરાત
Advertisement