શોધખોળ કરો
Advertisement
આ દિવાળી પર 2 પ્રકારના જ ફટાકડા ફોડી શકશો, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય
આ દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડાને જ મંજુરી આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ આ વર્ષે દિવાળી પર તમને ફટાકડાનાનો ભારે અવાજ સાંભળવા નહીં મળે. સુપ્રીમ કોર્ટે માત્ર બે પ્રકારના ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. જે બે ફટાકડા સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યા છે તેમાં અનાર અને ફુળઝરીનું ગ્રીન વર્ઝન સામેલ છે. ઉપરાંત કોઈપણ પ્રકારનો અવાજ કરનારા અને પ્રદૂષણ ફેલવાતા બોમ્બ-ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય.
પોલીસે આ અંગે જણાવ્યું છે કે અનાર અને ફુલઝરી ખરીદતી વખતે તેમના પર લાગેલો સ્ટેમ્પ ચેક કરવો. સ્ટેમ્પમાં ક્યુઆર કોડ અને સરકારી સિક્કો પણ હશે. ફુલઝરી અને અનાર બે કલરમાં મળશે, 50 ફુલઝરી અથવા પાંચ અનારના બોક્સની કિંમત 250 રૂપિયા હશે.
દિલ્હી પોલીસે આ અંગે જણાવ્યું છે કે આ દિવાળી પર માત્ર ગ્રીન ફટાકડાને જ મંજુરી આપવામાં આવી છે. પોલીસની ટિમ વેપારીઓને ત્યાં તપાસ માટે પણ જશે. જો કોઇ બીજા પ્રકારના ફટાકડા વેચતા હશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. સરકાર દાવો કરી રહી છે કે જે ગ્રીન ફટાકડા છે તે 30 ટકા ઓછુ વાયુ પ્રદૂષણ ફેલાશે. દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ અને હવાની બગડતી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion