શોધખોળ કરો

બંગાળ બાદ હવે મહારાષ્ટ્રમાં મોટો ખેલ થશે! ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં ફરી ભંગાણ? 7 સાંસદો....

operation tiger maharashtra politics: શિંદે જૂથના નેતા કૃપાલ તુમાનેનો સનસનીખેજ દાવો; ચોમાસા સત્ર પહેલાં ઠાકરે જૂથમાં પડી શકે છે મોટું ગાબડું, 16 ધારાસભ્યો પણ સંપર્કમાં હોવાની ચર્ચા.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શિંદે જૂથે ઠાકરેના 7 સાંસદોના પક્ષપલટાનો દાવો કર્યો.
  • ઠાકરેની બેઠકમાં 5 સાંસદો ગેરહાજર રહેતા અફવાઓ તેજ.
  • સંજય રાઉતે દાવાઓ ફગાવી 'ઓપરેશન વુલ્ફ'ની ચેતવણી આપી.
  • મુખ્યમંત્રી શિંદેએ 'ઓપરેશન ટાઇગર' અંગે મૌન સેવી લીધું.

operation tiger maharashtra politics: મહારાષ્ટ્રના રાજકારણમાંથી ફરી એકવાર બહુ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેણે રાજકીય વર્તુળોમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે. એકનાથ શિંદે જૂથના નેતા કૃપાલ તુમાનેએ એવો સનસનીખેજ દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના 7 સાંસદો સાથે પક્ષપલટો કરવા માટેની બધી જ વાટાઘાટો બિલકુલ પાકી થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ચાલી રહેલી આ ગુપ્ત રાજકીય હલચલને 'ઓપરેશન ટાઇગર' નામ આપવામાં આવ્યું છે. તુમાનેના જણાવ્યા મુજબ, આ સાંસદોના જોડાવાની બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ છે અને હવે માત્ર સત્તાવાર તારીખ નક્કી થવાની જ બાકી છે. આ દાવાએ ઉદ્ધવ ઠાકરેની ચિંતામાં મોટો વધારો કરી દીધો છે.

ઠાકરેની બેઠકમાં 5 સાંસદો ગેરહાજર રહેતા અફવાઓ તેજ

'ઓપરેશન ટાઇગર' અને સાંસદોના પક્ષપલટોના અહેવાલો વહેતા થતાં જ ઉદ્ધવ ઠાકરે તરત જ એક્શનમાં આવ્યા હતા. તેમણે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે 14 જૂના રોજ પોતાના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે સાંસદોની એક અર્જન્ટ બેઠક બોલાવી હતી. પરંતુ ચોંકાવનારી વાત એ છે કે શિવસેના યુબીટીના કુલ 9 લોકસભા સાંસદોમાંથી માત્ર 4 સાંસદો જ આ બેઠકમાં રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે 5 સાંસદો ગેરહાજર હતા. આ ઘટના બાદ પાર્ટીમાં મોટા ભંગાણની અફવાઓને વધુ હવા મળી છે. આ આખી પરિસ્થિતિ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ પણ કડક વલણ અપનાવતા સાફ કહી દીધું છે કે જેમને પક્ષ છોડીને ભાગવું હોય તે ખુશીથી જઈ શકે છે.

સાંસદો જ નહીં, 16 ધારાસભ્યો પણ સંપર્કમાં હોવાનો દાવો

શિંદે જૂથના નેતા કૃપાલ તુમાનેએ દાવો કર્યો છે કે, ઠાકરે જૂથના 7 સાંસદો આગામી ચોમાસા સત્ર શરૂ થાય તે પહેલાં જ સત્તાવાર રીતે શિવસેના (શિંદે જૂથ) માં જોડાઈ જશે. તેમણે રમૂજી અંદાજમાં ઉમેર્યું કે, આ 'ઓપરેશન ટાઇગર' ના 'મેઈન ડોક્ટર' ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદે છે. એટલું જ નહીં, તુમાને એવો પણ દાવો કર્યો છે કે સાંસદો ઉપરાંત ઉદ્ધવ ઠાકરેના 16 ધારાસભ્યો પણ હાલ શિંદે જૂથના સતત સંપર્કમાં છે અને ટૂંક સમયમાં મોટો મોહભંગ જોવા મળી શકે છે.

ઠાકરે જૂથનો પલટવાર: 'અમે ઓપરેશન વુલ્ફ ચલાવીશું'

બીજી તરફ, શિવસેના યુબીટીના ફાયરબ્રાન્ડ નેતા સંજય રાઉતે આ બધા દાવાઓને સદંતર પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કેમેરા સામે આવીને મક્કમતાથી કહ્યું કે, બધા 9 સાંસદો પાર્ટીની સાથે જ છે અને શિવસેનામાં કોઈ ભાગલા પડવાના નથી. રાઉતે શિંદે જૂથને સીધો પડકાર ફેંકતા કહ્યું કે, "તેમના 'ઓપરેશન ટાઇગર' ના જવાબમાં અમે 'ઓપરેશન વુલ્ફ' (Operation Wolf) ચલાવીશું." પોતાને અસલી વાઘ ગણાવતા તેમણે પક્ષ તૂટવાના અહેવાલોને માત્ર વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવતી અફવા ગણાવી દીધી છે.

આ પણ વાંચોઃ શિવસેનામાં ફરી ભંગાણ? પક્ષ પલટાની અફવાઓ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ બોલાવી સાંસદોની બેઠક

બેઠકમાં કોણ હાજર રહ્યું અને કોણ ગેરહાજર?

ઉદ્ધવ ઠાકરેની બેઠકમાં અરવિંદ સાવંત, અનિલ દેસાઈ, રાજાભાઉ વાઝે અને સંજય દિના પાટીલ રૂબરૂ હાજર રહ્યા હતા. જ્યારે સંજય દેશમુખ અને નાગેશ પાટિલ અષ્ટિકર ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા. જોકે, ઓમરાજે નિમ્બાલકર, સંજય જાધવ અને ભાઈસાહેબ વાકચૌરે બેઠકથી દૂર રહ્યા હતા. ગેરહાજર રહેનારાઓમાંથી ઓમરાજે નિમ્બાલકરે પોતાનો દીકરો હોસ્પિટલમાં હોવાથી હાજર નહીં રહી શકે તેવી જાણ ઉદ્ધવ ઠાકરેને અગાઉથી જ કરી દીધી હોવાનું સામે આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરેની ભાષાથી સાંસદો નારાજ હોવાની ચર્ચા

રાજકીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં જે રીતે "જવું હોય તો ખુશીથી જાઓ" વાળી ભાષા વાપરી છે, તેનાથી કેટલાક સાંસદો અંદરખાને નારાજ છે. અગાઉ જ્યારે ધારાસભ્યો તૂટ્યા હતા ત્યારે પણ ઉદ્ધવે આવી જ નારાજગી વ્યક્ત કરી હતી. આ આકરા વલણને કારણે જ સાંસદો શિંદે જૂથમાં જોડાવામાં પોતાનો ફાયદો જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જોકે, પક્ષપલટો વિરોધી કાયદા (Anti-Defection Law) મુજબ ગેરલાયકાતથી બચવા માટે 2 તૃતીયાંશ એટલે કે ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે જૂથમાંથી અલગ થવું પડે તેમ છે. આ સમગ્ર વિવાદ અને 'ઓપરેશન ટાઇગર' વિશે જ્યારે ખુદ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરીને મૌન સેવી લીધું હતું.

આ પણ વાંચોઃ ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?

Frequently Asked Questions

'ઓપરેશન ટાઇગર' શું છે અને તેનો હેતુ શું છે?

'ઓપરેશન ટાઇગર' એ મહારાષ્ટ્રના રાજકારણમાં શિંદે જૂથ દ્વારા ચલાવાઈ રહેલી એક ગુપ્ત રાજકીય હલચલ છે. તેનો હેતુ ઉદ્ધવ ઠાકરેની શિવસેના (UBT) ના 7 સાંસદોને પક્ષપલટો કરાવી શિંદે જૂથમાં જોડવાનો છે.

ઉદ્ધવ ઠાકરેએ સાંસદોની અર્જન્ટ બેઠક શા માટે બોલાવી હતી?

'ઓપરેશન ટાઇગર' અને પક્ષપલટાના અહેવાલો બાદ ઉદ્ધવ ઠાકરેએ પરિસ્થિતિનો તાગ મેળવવા માટે આ બેઠક બોલાવી હતી. જોકે, તેમના 9 લોકસભા સાંસદોમાંથી 5 ગેરહાજર રહ્યા હતા.

શિવસેના (UBT) એ 'ઓપરેશન ટાઇગર' ના દાવાઓ પર કેવી પ્રતિક્રિયા આપી?

શિવસેના (UBT) ના સંજય રાઉતે દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે બધા સાંસદો પાર્ટી સાથે છે. તેમણે શિંદે જૂથના જવાબમાં 'ઓપરેશન વુલ્ફ' ચલાવવાની પણ જાહેરાત કરી.

પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચવા કેટલા સાંસદોએ પક્ષપલટો કરવો પડે?

પક્ષપલટા વિરોધી કાયદા મુજબ ગેરલાયકાતથી બચવા માટે 2 તૃતીયાંશ એટલે કે ઓછામાં ઓછા 6 સાંસદોએ એકસાથે જૂથમાંથી અલગ થવું પડે. ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે કુલ 9 સાંસદો છે, તેથી 6 સાંસદો જરૂરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
શહેઝાદ પૂનાવાલાએ ભારતીય જનતા પાર્ટીમાંથી આપ્યું રાજીનામું? X પર બાયો ચેન્જ
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પાસ થયા બાદ પ્રધાનમંત્રી મોદીએ શેર કર્યો નવો VIDEO 
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં આપાયું ભારે વરસાદનું રેડ એલર્ટ? સાંબેલાધાર વરસાદની આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં બપોર બાદ શરૂ થયો ધોધમાર વરસાદ
Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
Gujarat Rain: આગામી 3 કલાક હવામાન વિભાગની મોટી આગાહી, 24 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
સ્કાયમેટની આગાહી: ગુજરાતમાં આ તારીખ સુધી ભારે વરસાદ વરસશે, અનેક જિલ્લાઓ માટે ચેતવણી
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather: 24 કલાક ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ધોધમાર વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાનનું લેટેસ્ટ અપડેટ 
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
Post Office ની ગજબ સ્કીમ: દર મહિને12,500 રુપિયા જમા કરો, એક સાથે મળશે 40 લાખ
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
કેન્દ્ર સરકારની ખેડૂતોને મોટી ભેટ! 2031 સુધી ચાલુ રહેશે PM કિસાન યોજના, કેબિનેટે આપી મંજૂરી
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓને ક્યારે મળશે પગારમાં વધારો? સરકારે આપ્યું મોટું નિવેદન
Embed widget