શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના મોટા નેતાનું વિવાદિત નિવેદન, કહ્યું- જો જમ્મુ-કાશ્મીરમાં મોટા પ્રમાણમાં હિન્દુઓ હોત તો.....
જમ્મુ-કાશ્મીર હિન્દુ બહુમતી વાળુ રાજ્ય હોય તો બીજેપી આ રાજ્યનો વિશેષ દરજ્જો ના છીનવતી, પણ તે નથી એટલે કલમ 370 ખતમ કરી છે
ચેન્નાઇઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાને લઇને હજુ પણ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે, હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમે જમ્મુ-કાશ્મીર પર વિવાદિત નિવેદન આપીને બીજેપી પર હુમલો કર્યો છે.
પી.ચિદમ્બરમે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવી સરકારનું ખોટુ પગલુ છે. નિંદા કરતાં કહ્યું કે જો જમ્મુ-કાશ્મીર હિન્દુ બહુમતી વાળુ રાજ્ય હોય તો બીજેપી આ રાજ્યનો વિશેષ દરજ્જો ના છીનવતી, પણ તે નથી એટલે કલમ 370 ખતમ કરી છે.
પી.ચિદમ્બરમે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરની સ્થિતિ અસ્થિર છે, અને આંતરરાષ્ટ્રીય મીડિયા આ અશાંત સ્થિતિને કવર કરી રહી છે, પણ ભારતીય મીડિયા આવુ નથી કરી રહી. તેમને કહ્યું કે, બીજેપીનો દાવો છે કે કાશ્મીરમાં સ્થિતિ અને હાલત સામાન્ય છે, જો ભારતીય મીડિયા જમ્મુ-કાશ્મીરની સ્થિતિને કવર નથી કરતી તો તેનો મતલબ સ્થિતિ સામાન્ય છે એવું ના કહેવાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ખેતીવાડી
સ્પોર્ટ્સ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion