શોધખોળ કરો
ભારતીય પોસ્ટ પર હુમલો કરી શકે છે PAKના કુખ્યાત BAT કમાન્ડો!

નવી દિલ્હીઃ સર્જિકલ સ્ટ્રાઈકથી એકલું પડી ગયેલું પાકિસ્તાન હવે બદલો લેવાના મુડમાં છે. સૂત્રો અનુસાર પાકિસ્તાનની સેના બદલો લેવા માટે ભાત પર હુમલો કરવાની ફીરાકમાં છે. પાકિસ્તાનના કુખ્યાત બોર્ડર એક્શન ટીમ(BAT)ના કમાન્ડો ભારતની આઉટ પોસ્ટ પર હુમલો કરી શકે છે. તમને જણાવીએ કે, બોર્ડર એક્શન ટીમ (BAT) એ છે જેણે છેતરપિંડી કરીને ભારતના વીર હેમરાજનું માથું વાઠી લીધું હતું. નવી સુરક્ષા વ્યવસ્થામાં ભારત તરફથી પાકના કુખ્યાત કમાન્ડોનો સામનો કરવા માટે ઘાતક કમાન્ડોની ટીમ લગાવી છે. અનેક ગુપ્ત એજન્સીઓના સેન્ટર 'મલ્ટી એજન્સી સન્ટર'એ તેની સાથે જોડાયેલ એક અહેવાલ જારી કર્યો છે. આ અહેવાલ અનુસાર પાકિસ્તાન સ્પેશિયલ ગ્રુપના બેટ કમાન્ડો સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવા ભારતની પોસ્ટ પર હુમલો કરી શકે છે. આ અહેવાલ બાદ સેનાએ બોર્ડર પર રહેલ જવાનોને એલર્ટ રહેવાના આદેશ આપ્યા છે.
વધુ વાંચો





















