શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીર: પાકિસ્તાને પુંછ જિલ્લા કર્યું સીઝફાયરનું ઉલ્લંઘન, ફાયરિંગમાં 4 જવાન ઘાયલ
પાકિસ્તાન સતત સરહદ પર ફાયરિંગ કરી રહ્યું છે. આજે પુંછ જિલ્લામાં સરહદ પરના ગામડાઓમાં અને મુખ્ય ચોકીઓમાં પાકિસ્તાની સેનાએ મોર્ટારના ગોળા ફેંકી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું.
જમ્મુ: કાશ્મીરમાં કલમ 370 રદ્દ કર્યા બાદથી જ પાકિસ્તાન રધવાયું થયું છે. પાકિસ્તાન સતત સરહદ પર ફાયરિંગ કરી રહ્યું છે. આજે પુંછ જિલ્લામાં સરહદ પરના ગામડાઓમાં અને મુખ્ય ચોકીઓમાં પાકિસ્તાની સેનાએ મોર્ટારના ગોળા ફેંકી સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં સેનાના ચાર જવાન ઘાયલ થયા છે.
સેનાના જનસંપર્ક અધિકારી લેફ્ટનેન્ટ કર્નલ દેવેંદ્ર આનંદએ જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ રવિવારે મોડી રાત્રે મેંઘર સેક્ટરના બાલાકોટ ક્ષેત્રમાં ગોળીબાર શરૂ કર્યો હતો. ભારતીય સેનાના જવાનોએ તેનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગોળીબારમાં ઘાયલ ભારતીય સૈનિકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
અધિકારીએ જણાવ્યું કે સેનાની એક ટુકડી સરહદ પર સર્તક બેઠી હતી, આ દરમિયાન તેમની પાસે મોર્ટારના ગોળા રાત્રે આશરે 12 વાગ્યે 30 મિનિટ પર વિસ્ફોટ થયો જેમાં ચાર સૈનિક ઘાયલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion