શોધખોળ કરો
સર્વપક્ષીય ટીમ પરત ફરતાં જ પાકની 'નાપાક' હરકત, પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન
![સર્વપક્ષીય ટીમ પરત ફરતાં જ પાકની 'નાપાક' હરકત, પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન Pakistan Violates Ceasefire Along Loc In Poonch સર્વપક્ષીય ટીમ પરત ફરતાં જ પાકની 'નાપાક' હરકત, પુંછમાં સીઝફાયરનું ઉલ્લંઘન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/09/06104021/India-Pakistan-Border-580x395-580x394-270x202.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
જમ્મુઃ પાકિસ્તાનની સેનાએ સરહદ પારથી એક સપ્તાહમાં બીજી વખત સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં એલઓસીની પાસે પોસ્ટ પર આજે મોર્ટાર અને નાના હથિયારથી ગોળીબારી કરી છે.
રક્ષા પ્રવક્તાએ કહ્યું, પાકિસ્તાની સૈન્યદળોએ જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં એલઓસીની પાસે મધ્ય રાત્રે ભારતીય પોસ્ટ ર કોઈ પણ ઉશ્કેરણી વગર આડેધડ ફાયરિંગ શરૂ કર્યું. પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાનની સેનાએ પુંછ સેક્ટરની પોસ્ટ ર ભારે મોર્ટાર સહિત ઓટોમેટિક અને નાના હથિયારનો ઉપયો કર્યો છે.
તેમણે કહ્યું કે, આ ફાયરિંગનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લો અહેવાલ આવ્યો છે ત્યાં સુધી આપણા સેન્યદળોમાં કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી ગોળીબારી હજુ ચાલુ છે. પોલિસે જણાવ્યું કે પુંછમાં એલઓસી નજીક શાહપુર કંડી વિસ્તારમાં બન્ને બાજુથી થોડા થોડા સમયે ફાયરિંગ થઈ રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)