શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનનો આરોપઃ ભારતીય વાયુસેનાનું વિમાન LoC પાર કરી પાકિસ્તાનમાં ઘૂસ્યું
નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની સંબંધમાં વધુ ખટાશ આવી ગઈ છે. ત્યારે છેલ્લા ઘણાં સમયથી પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતું જોવા મળી રહ્યું છે. આખી રાત પાકિસ્તાન તરફતી મોર્ટાર દાગવામાં આવ્યા. ભારત પણ તેનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર નિયંત્રણ રેખાના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. આ આરોપ પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે લગાવ્યો છે. જોકે, પાકિસ્તાનની સેનાના આ આરોપ પર ભારતીય સેના તરફતી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
મેજર જનરલ આસિફ ગફૂરે મંગળવારે વહેલી સવારે ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય વાયુ સેનાએ નિયંત્રણ રેખાનું ઉલ્લેઘન કર્યું. પાકિસ્તાન વાયુ સેનાએ તરત જ કાર્રવાઈ કરી. ભારતીય વિમાન પરત ચાલ્યા ગયા.’ આ પહેલા પણ શુક્રવારે મેજર જનરલ આસિફ ગફૂરે કહ્યું હતું કે, અમે યુદ્ધ માટે તૈયાર નથી, પરંતુ જો સામે પક્ષે યુદ્ધ લાદવામાં આવશે તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું.Indian Air Force violated Line of Control. Pakistan Air Force immediately scrambled. Indian aircrafts gone back. Details to follow.
— Maj Gen Asif Ghafoor (@OfficialDGISPR) February 25, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement