લશ્કરના કાવતરાનો પર્દાફાશઃ બિહારના દરભંગામાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં બે આતંકીઓની હૈદરાબાદથી કરાઇ ધરપકડ
બન્ને આતંકીઓ ધરપકડ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઇએએ કરી છે. પુછપરછમાં આતંકીઓએ કહ્યું કે, તે લશકર-એ-તૈયબાના ઇશારે ભારતને ધ્રૂજાવવાનુ કાવતરુ રચી રહ્યાં હતા.
![લશ્કરના કાવતરાનો પર્દાફાશઃ બિહારના દરભંગામાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં બે આતંકીઓની હૈદરાબાદથી કરાઇ ધરપકડ parcel blast case: two terrorists arrested from hyderabad લશ્કરના કાવતરાનો પર્દાફાશઃ બિહારના દરભંગામાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં બે આતંકીઓની હૈદરાબાદથી કરાઇ ધરપકડ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/01/882a0f3fef41afe7b9eb07e89fd0ef4d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
હૈદરાબાદઃ આતંકી સંગઠન લશકર-એ-તૈયબા ભારતને ધ્રૂજાવવાનુ કાવતરુ રચી રહ્યું છે, પરંતુ આજે આ કાવતરાંનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. બિહારના દરભંગામાં પાર્સલ બ્લાસ્ટ કેસમાં હૈદરાબાદથી આજે બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. બન્ને આતંકીઓ ધરપકડ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઇએએ કરી છે. પુછપરછમાં આતંકીઓએ કહ્યું કે, તે લશકર-એ-તૈયબાના ઇશારે ભારતને ધ્રૂજાવવાનુ કાવતરુ રચી રહ્યાં હતા.
17 જૂને થયો હતો બ્લાસ્ટ-
બિહારના દરભંગામાં રેલવે સ્ટેશન પર 17 જૂને એક વિસ્ફોટ થયો હતો, હાલ આમાં કોઇ ઘાયલ થવાની સૂચના નથી. બતાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ એક ટ્રેનના પાર્સલ વેનથી ભંડાર સ્થળ સુધી કપડાંના બંડલ લઇ જતા સમયે થયો હતો. પાર્સલ સિકન્દરાબાદથી ચાલનારી ટ્રેનમાંથી આવ્યુ હતુ, અને વિસ્ફોટ બાદ કપડાંના બંડલમાં આગ લાગી ગઇ હતી.
હૈદરાબાદથી સુફિયાન નામના શખ્સે મોકલ્યુ હતુ પાર્સલ-
દરભંગામાં જે પાર્સલમાં વિસ્ફોટ થયો હતો, તેને હૈદરાબાદથી સુફિયાન નામના શખ્સે મોકલ્યુ હતુ. પોલીસનુ કહેવુ છે કે તે શખ્સ નકલી છે, કેમકે દરભંગામાં આ પાર્સલ સુફિયાન નામના જ વ્યક્તિ માટે મોકલવામાં આવ્યુ હતુ. વળી આની સાથે આપવામા આવેલો નંબર પર બિહાર અને હૈદરાબાદમાં કોઇના નામ પર રજિસ્ટર્ડ નથી મળ્યો. પોલીસ જાણકારી અનુસાર પાર્સલની સાથે આપવામાં આવેલો નંબર ઉત્તર પ્રદેશના શામલીનો છે.
J&K: જમ્મુમાં દેખાયા બે ડ્રૉન, એરફોર્સ સ્ટેશનના 10 કિમીના એરિયામાં દેખાયા, પાકિસ્તાનનુ કાવતરુ........
સીમા પારથી ઘૂસણખોરીની ગતિવિધિઓ હજુ પણ ચાલુ જ છે. જમ્મુ-કાશ્મીરના જમ્મુ જિલ્લામાં એકવાર ફરીથી બે ડ્રૉન દેખાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સેનાના સુત્રોએ કહ્યું કે એક ડ્રૉન સવારે 4 વાગે 40 મિનીટ સુધી કાલૂચક વિસ્તારમાં દેખાયુ તો વળી બીજુ ડ્રૉન 4 વાગીને 52 મિનીટ પર કુંજવાનીમાં દેખાયુ. ખાસ વાત છે કે આ બન્ને વિસ્તારો એરફોર્સ સ્ટેશનની 7 થી 10 કિલોમીટરના એરિયામાં આવે છે. સુત્રોએ જણાવ્યુ કે બન્ને ડ્રૉન 800 મીટરની ઉંચાઇ પર ઉડી રહ્યાં હતા.
એરફોર્સ સ્ટેશન પર હુમલા બાદથી સતત દેખાઇ રહ્યાં છે ડ્રૉન---
કહેવાઇ રહ્યું છે કે જમ્મુ એરફોર્સ સ્ટેસન પર હુમલા બાદથી સતત ડ્રૉન દેખાઇ રહ્યાં છે, જે સુરક્ષાદળો માટે ચિંતાનો વિષય બન્યા છે. એટલું જ નહીં જે પણ ડ્રૉન સ્પૉટ થઇ રહ્યાં છે, તે આ મિલિટ્રી બેઝ અને મિલિટ્રી સ્ટેશનની પાસે થઇ રહ્યાં છે.
મિલિટ્રી સ્ટેશનની આસપાસ ડ્રૉન દેખાવવાની આ ત્રીજી ઘટના--
ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલા જમ્મુ-કાશ્મીરમાં મિલિટ્રી સ્ટેશની આસપાસ ડ્રૉન દેખાયાની આ ત્રીજી ઘટના છે. 29 જૂને સુંજવાન મિલિટ્રી બ્રિગેડમાં પણ રાત્રે 3.00 થી 3.30 ની વચ્ચે આ ડ્રૉનને જોવામાં આવ્યા હતા. આ પહેલા સોમવારે કાલૂચક મિલિટ્ર્રી સ્ટેશન પર પણ ડ્રૉન દેખાયા હતા. આ ડ્રૉન પર સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યુ હતુ, ત્યારબાદ આ અંધારામાં પાછા ફરી ગયા હતા. સુત્રોએ જણાવ્યુ કે બન્ને ડ્રૉન 800 મીટરની ઉંચાઇ પર ઉડી રહ્યાં હતા
પાકિસ્તાનનું કાવતરુ યથાવત-
નોંધનીય છે કે ઘાટીમાં એક્ટિવ આતંકીઓને પાકિસ્તાની આર્મી તરફથી આઇએસઆઇ જ ટ્રેનિંગ આપે છે. તે કોઇપણ રીતે એ નથી ઇચ્છતી કે કાશ્મીરમાં ફરીથી શાંતિ સ્થાપિત થાય અને વિધાનસભા ચૂંટણી કરાવવા લાયક માહોલ બને. રક્ષા વિશેષણો તથા ગુપ્તચર સુત્રોનુ માનીએ તો સરકારની સાથે કાશ્મીરી નેતાઓની વાતચીતની પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા માટે પાકિસ્તાન આ રીતના વધુ હુમલાને અંજામ આપવાની કોશિશ કરતુ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)