AAPને લઈ સૌથી મોટા સમાચાર, કરશનબાપુ ભાદરકાએ અચાનક રાજીનામું આપ્યું
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દિધું છે.

રાજકોટ: ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આપના નેતા કરશનબાપુ ભાદરકાએ અચાનક જ રાજીનામું આપી દિધું છે. તેમણે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલાવ્યું છે.
કરશનબાપુ ભાદરકાએ ઈસુદાન ગઢવીને આપેલા રાજીનામામાં લખ્યું છે કે, મારી તબિયતને લઈને ડૉક્ટની સલાહ પ્રમાણે મારે આરામની જરુર છે, માટે હું કરશનબાપુ ભાદરકા પાર્ટીના મારા બધાં હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. પાર્ટીના સારા ભવિષ્ય માટે શુભેચ્છાઓ. આપનો આભાર.
કરશનબાપુ ભાદરકાએ માણવદર બેઠક પરથી ચૂંટણી લડી હતી. કરશનબાપુ ભાદરકાને 22859 મત મળ્યા હતા. કરશનબાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં ખૂબ જ સક્રિય હતા. તેમણે વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત માટે
જૂનાગઢની માણાવદર બેઠક
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી માણાવદર 85મા નંબરની બેઠક છે. આ બેઠક જૂનાગઢ જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક પોરબંદર છે. આ બેઠકમાં માણાવદર તાલુકો, મેંદરડા તાલુકો અને વંથલી તાલુકાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ બેઠક પર એક સમયે કોંગ્રેસનો દબદબો રહેતો.
1995માં રતિલાલ સુરેજાએ કોંગ્રેસના પેથલજી ચાવડાને હરાવીને કોંગ્રેસના વિજયરથને અટકાવ્યો હતો. 2007માં પેથલજીના પુત્ર જવાહર ચાવડાએ રતિલાલ સુરેજાને હરાવીને ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી હતી. 2007થી 2017ની વિધાનસભા ચૂંટણી સુધી તેઓ આ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર જીત્યા. બાદમાં ભાજપમાં જોડાઈ ગયા હતા અને 2019માં પેટાચૂંટણીમાં તેઓ ભાજપની ટિકિટ પર ફરી જીત્યા હતા.





















