Parliament : ગુસ્સાથી લાલઘુમ અમિત શાહે ભરી સંસદમાં MPને કહ્યું- "...આમ કરવાની તમારી ઉંમર નથી"
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યાં હતાં. તેઓ કહી રહ્યાં હતાં કે, હું ભારત સરકારની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગું છું. તેઓ આગળ કંઈક બોલે તે પહેલા જ વચ્ચે TMC સાંસદે બોલવાનું શરૂ કર્યું.
Parliament Winter Session: કેન્દ્ર સરકારે માદક દ્રવ્ય અને માદક દ્રવ્યોની હેરાફેરી પર શું કર્યું? તેને લઈને પુછવામાં આવેલા પુરક પ્રશ્નનો જવાબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપી રહ્યાં હતાં. તેઓ આ માહિતી આપી રહ્યાં હત્યા કે અચાનક વારંવાર ટોકવાને લઈને શાહ ટીએમસી સાંસદ સૌગત રોય પર ગુસ્સે થઈ ગયા હતાં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ લોકસભામાં બોલી રહ્યાં હતાં. તેઓ કહી રહ્યાં હતાં કે, હું ભારત સરકારની સ્થિતિ સ્પષ્ટ કરવા માંગું છું. તેઓ આગળ કંઈક બોલે તે પહેલા જ વચ્ચે TMC સાંસદ સૌગત રોયે બોલવાનું શરૂ કરી દીધું હતું. જેને લઈને અમિત શાહ ગુસ્સે ભરાયા હતાં અને શાહે કહ્યું હતું કે, દાદા, તમારે (સૌગત રાય) ભાષણ કરવું હોય તો હું બેસી જાઉં. તમે દસ મિનિટ બોલો. આટલા વરિષ્ઠ સાંસદ હોવા છતાંયે આ પ્રકારે વચ્ચે ટોકા ટાકી કરવી એ તમારી ઉંમર માટે સારી વાત નથી અને ન તો તમારી સિનિયોરીટી માટે એ સારૂ છે. હું બેસી જાવ છું તમે દસ મિનિટ ભાષણ કરો. દર વખતે આમ ન કરવું જોઈએ. વિષયની ગંભીરતાને પણ સમજો.
સૌગતા રોયે શું કહ્યું?
અમિત શાહે આમ કહેતા સૌગત રોયે તેમને પૂછ્યું હતું કે, તમે આટલો ગુસ્સો કેમ કરો છો? તેના પર અમિત શાહે કહ્યું હતું કે, તેમને ગુસ્સો આવતો નથી, ક્યારેક વડીલોને પણ સમજાવવું પડે છે. બીજી તરફ અમિત શાહે લોકસભામાં વધુમાં કહ્યું હતું કે, એક તરફ BSF બોર્ડર પર ડ્રગ્સ જપ્ત કરી રહી છે તો બીજી તરફ ઘણા રાજ્યો કહી રહ્યા છે કે તેમનો અધિકાર છીનવી લેવામાં આવ્યો છે. આમ કરીને તેઓ રાજનીતિ કરી રહ્યા છે.
અમિત શાહે શું કહ્યું?
અમિત શાહે કહ્યું હતું કે, અમારી સરકાર ડ્રગ્સના મુદ્દે ઝીરો ટોલરન્સની નીતિ ધરાવે છે. જે દેશો આપણા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે તેઓ ડ્રગ્સમાંથી થતા નફાનો ઉપયોગ તેના માટે કરી રહ્યા છે. આ ગંદા નાણાનો પ્રવાહ પણ ધીમે ધીમે આપણી અર્થવ્યવસ્થાને નબળી બનાવી રહ્યો છે.
આ સાથે શાહે કહ્યું હતું કે, NCB સમગ્ર દેશમાં તપાસ કરી શકે છે, જો આંતર-રાજ્ય તપાસ કરવાની જરૂર હોય તો NCB દરેક રાજ્યને મદદ કરવા તૈયાર છે. જો તપાસ દેશની બહાર કરવાની હોય તો પણ તે રાજ્યોને મદદ કરી શકે છે.