શોધખોળ કરો

Passport અરજી કરવાની પ્રક્રિયામાં મોટો ફેરફાર, હવે વેરિફિકેશન અહીંથી આસાનીથી કરી શકાશે, જાણો પ્રૉસેસ.....

અરજી પ્રક્રિયાને ફાસ્ટ બનાવવા માટે પાસપોર્ટ એપ્લિકેશન પ્રક્રિયામાં DigiLocker દાખલ કરવામાં આવ્યું છે.

Passport Verification Process: આંતરરાષ્ટ્રીય યાત્રા માટે પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. નવા પાસપોર્ટ માટે અરજી કરવા માટે અરજદારોએ હવે સરકારી પ્લેટફોર્મ ડિજીલૉકરનો ઉપયોગ કરવો પડશે. તમામ દસ્તાવેજો ડિજીલોકરનો ઉપયોગ કરીને અપલૉડ કરવાના રહેશે. એકવાર ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ થઈ ગયા પછી અરજદારો ઓફિશિયલ વેબસાઇટ passportindia.gov.in દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

ડૉક્યૂમેન્ટની નકલ સાથે રાખવાની જરૂર નથી  - 
વિદેશ મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે, જો અરજીઓ તેમના ડૉક્યૂમેન્ટ્સ અપલૉડ કરવા માટે DigiLockerનો ઉપયોગ કરે છે, તો તેમને અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ડૉક્યૂમેન્ટ્સને હાર્ડ કૉપી સાથે રાખવાની જરૂર રહેશે નહીં. આ સ્ટેપ બાય સ્ટેપથી પ્રક્રિયાનો સમય પણ ઘટશે અને પાસપોર્ટ અરજી પ્રૉસેસ ક્વૉલિટીમાં પણ વધારો થવાની અપેક્ષા છે.

કેમ લાવવામાં આવ્યો આ નિયમ - 
અરજી પ્રક્રિયાને ફાસ્ટ બનાવવા માટે પાસપોર્ટ એપ્લિકેશન પ્રક્રિયામાં DigiLocker દાખલ કરવામાં આવ્યું છે. તેની સાથે જ ભૌતિક દસ્તાવેજ ચકાસણીની જરૂરિયાત ઘટાડવા માટે પાસપોર્ટ સેવા કેન્દ્રો અને પૉસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSK) જુદાજુદા ક્ષેત્રોમાં લાગુ કરવામાં આવ્યા છે.

શું છે ડિજીલૉકર ?
DigiLocker એ ભારતીય ઈલેક્ટ્રૉનિક્સ અને માહિતી મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવતી ડિજિટલ વૉલેટ સર્વિસ છે. આ અંતર્ગત યૂઝર્સ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ડૉક્યૂમેન્ટસને સુરક્ષિત રીતે એકત્ર કરી શકશે અને રાખી શકશે અને જરૂર પડ્યે તેને એક્સેસ પણ કરી શકશે. ડ્રાઇવરનું લાઇસન્સ, વાહન નોંધણી પ્રમાણપત્ર, શૈક્ષણિક માર્કશીટ અને અન્ય દસ્તાવેજો ડિજીલૉકર હેઠળ સંગ્રહિત કરી શકાય છે.

આધારથી પાસપોર્ટ સુધી બધું જ રાખી શકો છો સેફ - 
મંત્રાલયે હવે ઓનલાઈન અરજી સબમિશન માટે ડિજીલૉકર દ્વારા આધાર દસ્તાવેજોનો ઉપયોગ કરવાની પણ પરવાનગી આપી છે. કોઈપણ પ્રકારનું પ્રમાણપત્ર, પાનકાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ અને મતદાર આઈડી કાર્ડ ડિજીલૉકર પર સુરક્ષિત રીતે રાખી શકાય છે.

કઇ રીતે કરશો ડિજીલૉકરનો ઉપયોગ ?
DigiLocker એકાઉન્ટ ખોલવા માટે યૂઝર્સે મોબાઇલ નંબર સાથે નોંધણી કરાવવી પડશે અને આ નંબર પહેલાથી જ આધાર સાથે લિન્ક હોવો જોઈએ. ડિજીલૉકર એકાઉન્ટમાં લૉગ ઇન કરતી વખતે યૂઝર્સને લિન્ક કરેલા મોબાઇલ નંબર પર વન-ટાઇમ પાસકૉડ (OTP) મોકલવામાં આવશે. બીજીબાજુ જો તમે DigiLocker માં કોઈ ફેરફાર કરવા ઈચ્છો છો, તો તમારે આધારમાં ફેરફાર કરવા પડશે.

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
મોદી સરકારના 3 મંત્રીઓના રાજીનામા બાદ હવે કોનો વારો? રાજ્યસભામાં ભાજપની નવી રણનીતિ
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત
ઓછું લાઈટબિલ આવે છે? 3 kW સોલાર પેનલ લગાવવી ફાયદો છે કે નુકસાન? જાણો ગણિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
IND vs WI 1st T20: શ્રેયસ ઐયરની 42 બોલમાં તોફાની સદી! ભારતે વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
1414 દિવસ પછી આ ફાસ્ટ બોલરની વાપસી! અય્યર કેપ્ટન; ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: બેંકો FD પર પોતાની મરજીથી વ્યાજદર ઘટાડી શકશે નહીં
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે ભારત 125 રને શરમજનક રીતે હાર્યું, 149 રનમાં આખી ટીમ ઓલઆઉટ
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
કોણ છે એર માર્શલ આશુતોષ દીક્ષિત? જેઓ સંભાળશે ભારતીય વાયુસેનાની કમાન, વાંચો વિગત
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ વાઘેલા અડગ
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
કપરાડાના નિલોશી ગામમાં ઓનલાઈન કામગીરીના ભારણથી કંટાળી પ્રાથમિક શાળાના આચાર્યનો આપઘાત
Embed widget