Citizenship Controversy: ગુવાહાટી હાઇકોર્ટનો આદેશ- એકવાર ભારતીય જાહેર થયા બાદ વિદેશી જાહેર કરી શકાય નહી
ગુવાહાટી કોર્ટની આ ટિપ્પણી આસામમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે ગુવાહાટી હાઇકોર્ટે આ દલીલ એવા સમયે આવી છે જ્યારે આસામમાં અનેક લોકોને ભારતીય જાહેર કરવામાં આવ્યા છે
Citizenship Controversy: આસામમાં નાગરિકતા વિવાદ સતત વધી રહ્યો છે. દરમિયાન ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આસામમાં ગુવાહાટી હાઈકોર્ટની ફોરેનર્સ ટ્રિબ્યુનલ બેંચે કહ્યું છે કે, "એકવાર ટ્રિબ્યુનલે કોઈની નાગરિકતા ભારતીય તરીકે જાહેર કરી દીધી છે, પછી તે વ્યક્તિને ફરીથી કોર્ટમાં લાવવામાં આવે તો તેને વિદેશી જાહેર કરી શકે નહીં.
ગુવાહાટી કોર્ટની આ ટિપ્પણી આસામમાં ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે ગુવાહાટી હાઇકોર્ટે આ દલીલ એવા સમયે આવી છે જ્યારે આસામમાં અનેક લોકોને ભારતીય જાહેર કરવામાં આવ્યા છે ત્યારબાદ તેમને પોતાની રાષ્ટ્રીયતા જાહેર કરવા માટે નોટિસ મોકલવામાં આવી છે.
ગુવાહાટી હાઈકોર્ટે દેશની નાગરિકતા સાથે સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વ્યક્તિની નાગરિકતાના સંદર્ભમાં ટ્રિબ્યુનલનો અભિપ્રાય 'રેસ જ્યુડિકેટ' તરીકે કામ કરશે. જેનો અર્થ થાય છે કે જે કેસનો નિર્ણય આવી ચૂક્યો છે તેને કોર્ટમાં લાવી શકાય નહીં. નાગરિકતા સંબંધિત અનેક અરજીઓ પર સુનાવણી કરતા જસ્ટિસ નાની તાગિયા અને જસ્ટિસ એન કોટિશ્વર સિંહની ખંડપીઠે કહ્યું કે, જો કોઈ વ્યક્તિએ એકવાર તેની નાગરિકતા સાબિત કરી દીધી હોય તો પછી કોઈપણ કાર્યવાહીમાં તેને વિદેશી સાબિત કરી શકાય નહીં.
વર્ષ 2018ના અમીના ખાતૂન કેસનું ઉદાહરણ આપતા કોર્ટે કહ્યું કે આ પણ હાઇકોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ બેન્ચે કહ્યું હતું કે અબ્દુલ કુડ્ડુસ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ધ્યાનમાં રાખીને તે "સારો કાયદો નથી". આ જ બાબતની દલીલ કરતાં રાજ્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ફોરેનર્સ એક્ટ 1946ની કલમ 3 હેઠળ કેન્દ્ર સરકારને વિદેશીઓને શોધવા અને દેશનિકાલ કરવાની સત્તા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે દેશનિકાલની સત્તા જાળવી રાખીને આ સત્તા પોલીસ અધિક્ષકોને સોંપી હતી.
Sri Lanka Emergency: શ્રીલંકામાં ઈમરજન્સી લાગુ, રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ કરી જાહેરાત
kim Sharma-Leander Paes: લિએન્ડર પેસ અને અભિનેત્રી કિમ શર્મા ટૂંક સમયમાં લગ્ન કરે તેવી શક્યતા ?