શોધખોળ કરો
Advertisement
પેટ્રૉલના ભાવ વધ્યા: આ વર્ષ પહેલીવાર 70 રૂ.ને પાર પહોંચ્યુ પેટ્રૉલ, ડીઝલની કિંમતમાં પણ ભડકો, જાણો વિગતે
વધારા બાદ એક લીટર પેટ્રૉલની કિંતમ 74 રૂપિયા 13 પૈસા અને ડિઝલની કિંમત 67 રૂપિયા 7 પૈસા થઇ ગઇ છે
નવી દિલ્હીઃ પેટ્રૉલ અને ડિઝલના ભાવ સતત આઠમા દિવસે વધ્યા છે. આની સાથે જ પેટ્રૉલના ભાવમાં આ વર્ષનો સૌથી મોટો ઉછાળો આવ્યો છે, સૌથી ઉંચા લેવલે પહોંચ્યુ છે. તેલ કંપનીઓએ આજે દિલ્હીમાં પેટ્રૉલની કિંમતમાં 22 પૈસા અને ડિઝલની કિંમતમાં 14 પૈસાનો વધારો ઝીંક્યો છે.
આ વધારા બાદ એક લીટર પેટ્રૉલની કિંતમ 74 રૂપિયા 13 પૈસા અને ડિઝલની કિંમત 67 રૂપિયા 7 પૈસા થઇ ગઇ છે. મુંબઇની વાત કરીએ તો અહીં એક લીટર પેટ્રૉલ 79 રૂપિયા 79 પૈસા અને ડિઝલ 70 રૂપિયા 37 પૈસા પ્રતિ લીટરની કિંમતે વેચાઇ રહ્યું છે.
પેટ્રૉલ અને ડિઝલની કિંમતમાં 11 સપ્ટેમ્બરથી વધારો થવાનો સિલસિલો શરૂ થયો છે. 11 તારીએ આ એક લીટર પેટ્રૉલની કિંમત દિલ્હીમાં 71 રૂપિયા 76 પૈસા હતી, વળી, ડિઝલ 65 રૂપિયા 14 પૈસાની કિંમતે વેચાઇ રહ્યું હતુ, એટલે કે છેલ્લા 13 દિવસોમાં પેટ્રૉલની કિંમતમાં 2 રૂપિયા 37 પૈસા અને ડિઝલની કિંમતમાં 1 રૂપિયો 93 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement