શોધખોળ કરો
કયા શહેરમાં હવે હેલમેટ નહીં પહેરો તો પેટ્રૉલ નહીં મળેનો નિયમ લાગુ થયો, જાણો વિગતે
આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં હવે તેમને જ પેટ્રૉલ આપવામાં આવશે, જેને હેલમેટ પહેરેલુ હશે. કોલકત્તા પોલીસ અનુસાર શહેરમાં હેલમેટ વિના પેટ્રૉલ નહીંના નિયમને લાગુ કરવામાં આવી રહ્યો છે
નવી દિલ્હીઃ દેશમાં વધતા જતા રૉડ અકસ્માતને ઓછા કરવા માટે સરકારે થોડાક સમય પહેલા મોટર વ્હિકલ એક્ટમાં કેટલાય ફેરફારો કર્યો છે. આ ઉપરાંત દંડની રકમ વધારી દેવામાં પણ આવી છે. આમ છતાં ટ્રાફિકના નિયમોને લોકો યોગ્ય રીતે પાલન નથી કરતાં.
આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં હવે તેમને જ પેટ્રૉલ આપવામાં આવશે, જેને હેલમેટ પહેરેલુ હશે. કોલકત્તા પોલીસ અનુસાર શહેરમાં હેલમેટ વિના પેટ્રૉલ નહીંના નિયમને લાગુ કરવામાં આવી રહ્યો છે.
નૉ હેલમેટ નૉ પેટ્રૉલના આ અભિયાનના માધ્યમથી વાહન ચાલકોને હેલમેટ પહેરવા માટે જાગૃત કરવામાં આવશે. કોલકત્તા પોલીસ કમિશનર અનુજ શર્માએ આદેશમાં કહ્યું- હેલમેટ વિનાના કેટલાય ટુ વ્હિલર સવારોની પાછળ પણ હેલમેટ વિના બેઠેલા હોય છે, અને ટુ વ્હિલરમાં હેલમેટ વિના કેટલાય લોકોને અકસ્માતનો ભોગ બનવુ પડે છે, અને નિયમોના ઉલ્લંઘનના કારણે આવી કેટલીય ઘટનાઓ વધી ગઇ છે.
(પ્રતિકાત્મક તસવીર)
નૉ હેલમેટ નૉ પેટ્રૉલનુ અભિયાન લગભગ 60 દિવસ સુધી ચાલશે, આને 8મી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યુ છે અને 60 દિવસ સુધી ચલાવવામાં આવશે. આનાથી વાહન ચાલકોને જાગૃત કરવાની કોશિશ કરાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement