ખેડૂતોના ખાતામાં આ તારીખે આવી જશે પીએમ સન્માન નિધિના 2000 રૂપિયા ? જાણો વિગતે
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan)નો 11મો હપ્તાનો ઇન્તજાર હવે પુરો થવાનો છે. યોજના (PM Kisan) ના 12 કરોડ 50 લાખ લાભાર્થીઓને જલદી ખુશખબરી મળશે.
PM Kisan Samman Nidhi Yojana 11th Installment : પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan)નો 11મો હપ્તાનો ઇન્તજાર હવે પુરો થવાનો છે. યોજના (PM Kisan) ના 12 કરોડ 50 લાખ લાભાર્થીઓને જલદી ખુશખબરી મળશે. 11મો હપ્તો એપ્રિલથી જુલાઇની વચ્ચે રિલીઝ થવાનો છે, પરંતુ ગયા વર્ષની જેમ આ વખતે પણ હપ્તો મે માં જ આવવાની સંભાવના છે.
11મો હપ્તો આ તારીખે આવશે -
સંભાવના છે કે, 11મો હપ્તો બહુ જલ્દી ખેડૂતોના ખાતમાં આવી જશે. રાજ્ય સરકારોએ પાત્ર ખેડૂતોની રિક્વેસ્ટ ફૉર ટ્રાન્સફર (RFT) સાઇન કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્સનુ માનીએ તો આશા છે કે અક્ષય તૃતીયા એટલે કે 3 મેએ વડાપ્રધાન મોદી ખુદ હપ્તો રિલીઝ કરે, એવી સંભાવના એટલે છે કેમકે ગયા વર્ષે પણ 15 મેએ જ હપ્તો રિલીઝ થયો હતો.
તમારા હપ્તાનુ હાલમાં શુ અપડેટ છે, તેના માટે તમારે તમારુ પીએમ કિસાન એકાઉન્ટ ચેક કરવુ પડશે. જો તમારા તમારા પીએમ કિસાન ખાતામાં Rft Signed By State For 11th Installment દેખાય તો સમજી લેવુ કે 11મો હપ્તો જલદી તમારા ખાતામાં ક્રેડિટ થવાનો છે.
પીએમ કિસાન એકાઉન્ટનુ સ્ટેટસ ચેક કરવા પર જો Waiting For Approval By State લખેલુ દેખાય, તો તમારા ખાતમાં રાજ્ય સરકારની અપ્રૂવલ બાકી છે, જો FTO is Generated and Payment Confirmation is Pending લખેલુ દેખાઇ રહ્યું છે તો મતલબ થયો કે ફન્ડ ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે.
આ પણ વાંચો..........
DC vs RR: આ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાન પર ઉતરી શકે છે દિલ્હી અને રાજસ્થાન, જાણો પિચ રિપોર્ટ
LRD ભરતીને લઈને આવી શકે છે મોટા સમાચાર, 570 યુવાનોને મળી શકે છે નોકરી
સમગ્ર રાજ્યમાં આજે અને આવતીકાલે ધોરણ સાતની પરીક્ષા રદ, જાણો ક્યા વિષયનું પેપર રદ કરાયુ