શોધખોળ કરો
ગૌરક્ષકો પર ફરીથી વરસ્યા પીએમ મોદી, તેલંગણામાં બોલ્યા- તમામને શોધીને સજા આપવી જોઈએ

નવી દિલ્લી: વડાપ્રધાન નરેંદ્ર મોદીએ ફરીથી નકલી ગૌરક્ષકો પર હુમલો કર્યો છે. એક અંગ્રેજી અખબારના મતે, રવિવારે (7 ઓગસ્ટ) તેલંગણામાં થયેલી રેલી વખતે લોકોને સંબોધિત કરતાં પીએમે કહ્યું, ‘આ નકલી ગૌરક્ષકો જે કોઈ છે તેમની ઓળખ થવી જોઈએ અને તેમને સજા મળવી જોઈએ. આ લોકોને ગાયની રક્ષાને લઈને કોઈ મતલબ નથી. હું તમામ રાજ્ય સરકારોને નિવેદન કરું છું કે એવા ગૌરક્ષકોનું લિસ્ટ તૈયાર કરે, જેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકાય.’ મોદી તેલંગણામાં સુપર થર્મલ પાવર પરિયોજના (એસટીપીપી)નું પહેલા ચરણની આધારશીલા રાખવા માટે ગયા હતા. આ અવસરે પીએમે કહ્યું કે તેલંગણા સૌથી ઓછી ઉંમરનું રાજ્ય છે. જેને બન્યા માત્ર બે વર્ષ થયા છે. પીએમે જણાવ્યું કે એટલા ઓછા સમયમાં પણ તેલંગણાએ ઘણું બધુ મેળવ્યું છે. તેમને કહ્યું- જે ઉદ્દેશ્યની સાથે તેલંગણાને બનાવવામાં આવ્યું હતું તે હવે પુરો થઈ રહ્યો છે. પીએમે પાણીની બર્બાદીને લઈને પણ ચિંતા જાહેર કરી છે. મોદીએ કહ્યું પાણીનું મહત્વ આપણને ત્યારે સમજાય છે જ્યારે પાણી મળતું નથી. પીએમે પોરબંદરનું ઉદાહરણ આપતા કહ્યું કે મહાત્મા ગાંધીની જન્મભૂમિ પર 200 વર્ષ પહેલાથી પાણીનું સંરક્ષણ થતું આવ્યું છે.
Before You Go
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ






















