શોધખોળ કરો
રાંચીઃ લોકોના એકાઉન્ટ્સમાં નથી આવ્યા 15 લાખ? PM મોદી-અમિત શાહ વિરુદ્ધ ફરિયાદ
રાંચીમાં જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદકર્તાએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ફરિયાદકર્તા એચ કે સિંહ ઝારખંડ હાઇકોર્ટમાં વકીલ છે.

રાંચીઃ લોકોના બેન્ક એકાઉન્ટ્સમાં 15 લાખ રૂપિયા જમા કરવાનું વચન 2013-14માં કરવામાં આવ્યું હતુ પરંતુ તે કેમ પુરુ થયુ નથી? આ સવાલ સાથે ઝારખંડ હાઇકોર્ટના એક વકીલ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય વિરુદ્ધ ગયા વર્ષે ડિસેમ્બરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શનિવારે રાંચીમાં જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદકર્તાએ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. ફરિયાદકર્તા એચ કે સિંહ ઝારખંડ હાઇકોર્ટમાં વકીલ છે. જ્યૂડિશિયલ મેજીસ્ટ્રેટ એ કે ગુડિયાએ આ મામલામાં આગામી સુનાવણી બે માર્ચ 2020 નક્કી કરી છે. વકીલ સિંહે આઇપીસીની કલમ 415,420 અને 123 (બી) હેઠળ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છેકે વર્ષ 2013-14માંસામાન્ય લોકોના ખાતામાં 15 લાખ રૂપિયા મોકલવાનું વચન આપવામાં આવ્યું હતું. આ વચન ચૂંટણી ઢંઢેરામાં સામેલ હતું. જોકે, બાદમાં ભાજપ નેતા તેને ફક્ત ચૂંટણી નિવેદન ગણાવ્યું હતું. ફરિયાદકર્તાના મતે અમિત શાહે કહ્યું હતું કે, 2019માં ભાજપના મેનિફેસ્ટોમાં નાગરિકતા સંશોધન કાયદો મુખ્ય એજન્ડામાં હતો જેને પુરો કરવામાં આવ્યો છે. કોર્ટમાં ચર્ચા દરમિયાન ફરિયાદકર્તાએ કહ્યું હતું કે, શું સીએએનું વચન પુરુ કરવામાં આવ્યું છે અને અગાઉના મેનિફેસ્ટોના વચનો પુરા કરવામાં આવ્યા નથી. આ લોકો સાથે છેતરપિંડી છે. જનપ્રતિનિધિત્વ કાયદો કહે છે કે મત લેવા માટે ખોટા વચનો આપી શકાય નહીં.
વધુ વાંચો





















