શોધખોળ કરો
Advertisement
હ્યુસ્ટનમાં ઉર્જા ક્ષેત્રના CEOને મળ્યા PM મોદી, આજે 'હાઉડી મોદી' ઇવેન્ટમાં થશે સામેલ
‘હાઉડી મોદી’કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે અને મોદી 50 હજારથી વધુ લોકોને સંબોધિત કરશે
હ્યુસ્ટનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે પહોંચી ગયા છે. અહી ભારતીય સમુદાયના લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદી આજે હ્યુસ્ટનમાં અમેરિકન ઉર્જા કંપનીઓના સીઇઓ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ ઉર્જા ક્ષેત્રની બે કંપનીઓ અમેરિકાની તેલુરિયન અને ભારતની પેટ્રોનેટ વચ્ચે પાંચ મિલિયન ટન એલએનજીનો કરાર થયો હતો.
Howdy Houston! It’s a bright afternoon here in Houston. Looking forward to a wide range of programmes in this dynamic and energetic city today and tomorrow. pic.twitter.com/JxzWtuaK5x
— Narendra Modi (@narendramodi) September 21, 2019
‘હાઉડી મોદી’કાર્યક્રમમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે અને મોદી 50 હજારથી વધુ લોકોને સંબોધિત કરશે. અમેરિકાના હ્યુસ્ટન પહોંચતા જ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, ‘હાઉડી હ્યુસ્ટન’હ્યુસ્ટનમાં ચમકદાર બપોર છે. આ ગતિવાન અને ઉર્જાવાન શહેરમાં આજે અને આવતીકાલે અનેક કાર્યક્રમોની રાહ જોઇ રહ્યો છું.Further energising India-USA friendship. Among the first engagements of PM @narendramodi in Houston is a meeting with CEOs from the energy sector. India and USA are looking to diversify cooperation in this sector. pic.twitter.com/uqlozcTOAZ
— PMO India (@PMOIndia) September 21, 2019
વડાપ્રધાન મોદી જે હોટલમાં રોકાયા હતા તેની બહાર મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના લોકો હાથમાં તિરંગો લઇ પહોંચી ગયા હતા. હાઉડી મોદી કાર્યક્રમમાં અત્યાર સુધી 50 હડાર ટિકિટ વેચાઇ ચૂક્યા છે. તે સિવાય અનેક લોકો વેઇટિંગ લિસ્ટમાં છે. કાર્યક્રમ લગભગ ત્રણ કલાક ચાલશે. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના લોકોને તેઓ સંબોધિત કરશે. ટેક્સાસ રાજ્યના સૌથી મોટા શહેર હ્યુસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ટેક્સાસ ઇન્ડિયા ફોરમ દ્ધારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.Hello Houston! PM @narendramodi landed in Houston a short while ago. A packed programme awaits the Prime Minister during this USA visit, including events in New York in the coming days. pic.twitter.com/shNX5u3KWM
— PMO India (@PMOIndia) September 21, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion