(Source: ECI/ABP News/ABP Majha)
PM Modiએ થોમસ કપ વિજેતા બેડમિન્ટન ખેલાડીઓ સાથે કરી વાતચીત, કહ્યું દેશને સ્પોર્ટ્સ ક્ષેત્રે દુનિયાભરમાં આગળ લઇ જવાનો છે
PM Modi Talks to Thomas Cup Champions: PM મોદીએ આજે થોમસ કપ વિજેતા બેડમિન્ટન ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી. તેણે ખેલાડીઓને કહ્યું કે તમારી જીત પર સમગ્ર ભારતને ગર્વ છે.
DELHI : બેડમિન્ટનની પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ થોમસ કપ પર ભારતે પ્રથમ વખત ટૂર્નામેન્ટ જીતીને ઈતિહાસ રચ્યો છે. આજે 22 મેં એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોમસ કપ વિજેતા બેડમિન્ટન ખેલાડીઓ સાથે ખાસ વાતચીત કરી. ખેલાડીઓ સાથે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે તમારી જીત પર સમગ્ર ભારતને ગર્વ છે.
આ દરમિયાન પીએમ મોદીએ ટીમને કહ્યું કે, તમારે હવે વધુ રમવું પડશે અને રમતની દુનિયામાં દેશને આગળ લઈ જવો પડશે. દેશની આવનારી પેઢીને રમતગમત માટે પ્રેરિત કરવી.
પીએમ મોદીએ કહ્યું કે મારા તરફથી અને સમગ્ર ભારત તરફથી તમને બધાને અભિનંદન. PM મોદી સાથે વાત કરતા લક્ષ્ય નામના ખેલાડીએ કહ્યું, "તમારી સાથે મુલાકાતથી અમારું મનોબળ વધે છે. હું ભવિષ્યમાં પણ આ જ રીતે દેશ માટે મેડલ જીતવા માંગુ છું."
I will never forget the interaction with our champions who have brought pride and glory for India at the Deaflympics. The athletes shared their experiences and I could see the passion and determination in them. My best wishes to all of them. pic.twitter.com/k4dJvxj7d5
— Narendra Modi (@narendramodi) May 21, 2022
પ્રણય નામના ખેલાડીએ કહ્યું કે, આ અમારા માટે ખુશીની ક્ષણ છે કારણ કે અમે 73 વર્ષ બાદ થોમસ કપ જીત્યો છે. ક્વાર્ટર ફાઈનલ દરમિયાન દબાણ હતું કારણ કે અમે જાણતા હતા કે જો અમે હારીશું તો અમને મેડલ નહીં મળે. અમે અલગ-અલગ તબક્કામાં જીતવા માટે મક્કમ હતા.
14 વર્ષની શટલર ઉન્નતિ હુડ્ડાએ પીએમ મોદીને કહ્યું કે, "મને સૌથી વધુ પ્રેરણા એ વાત આપે છે કે તમે ક્યારેય મેડલ વિજેતા અને નોન-મેડલ વિજેતા વચ્ચે ભેદભાવ કરશો નહીં. આ ટૂર્નામેન્ટમાં મને ઘણું શીખવા મળ્યું છે." આગામી વખતે મહિલા ટીમ પણ જીતશે." પીએમ મોદીએ સંવાદના અંતે કહ્યું કે, મને તમારી આંખોમાં તે જુસ્સો દેખાય છે, જે આવનારા સમયમાં વધુ જીતનો ઉલ્લેખ કરશે. તમારે આ રીતે ચાલતા રહેવાનું છે.