શોધખોળ કરો

PM મોદી આજે મુકશે રામ મંદિરની પહેલી ઇંટ, જાણો મિનીટ ટૂ મિનીટનો આખો કાર્યક્રમ

રિપોર્ટ છે કે, ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકૉપ્ટર લખનઉથી અયોધ્યા નહીં જાય તો પીએમ મોદી સડક માર્ગથી આવશે

નવી દિલ્હીઃ અયોધ્યામાં આજે બપોરે 12 વાગીને 40 મિનીટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરશે. રિપોર્ટ છે કે, ખરાબ હવામાનના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હેલિકૉપ્ટર લખનઉથી અયોધ્યા નહીં જાય તો પીએમ મોદી સડક માર્ગથી આવશે. છેવટે રામભક્તોનો વર્ષોનો ઇન્તજાર ખતમ થઇ રહ્યો છે. રામ મંદિર ભૂમિ પૂજનને લઇને તૈયારીઓ પુરી થઇ ગઇ છે, ડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રામ મંદિરની પહેલી ઇંટ એટલે કે 40 કિલોગ્રામની ચાંદીની ઇંટ મૂકીને ભૂમિ પૂજન કરશે. આને લઇને દેશવાસીઓમાં ખુબ ઉત્સાહ છે. દરેક વ્યક્તિ સોશ્યલ મીડિયા પર પોતાની લાગણીઓને વ્યક્ત કરી રહ્યાં છે. અયોધ્યા નગરીને આજે એક દુલ્હનની જેમ સજાવવામાં આવી છે. ઠેર ઠેર કલાકૃતિઓમાં રામના જીવન ચરિત્રની પેટિંગ દેખાઇ રહી છે. ફ્લાયઓર, પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓને યોગ્ય રીતે સજાવવામાં આવી છે. શનિવારથી અયોધ્યા નગરીના કેટલાય ભાગમાં રોશનીથી જગમગાટ થઇ રહ્યો છે. સરયુ ઘાટને લઇને કેટલાય અન્ય સ્થળો પર કરવામાં આવેલી લાઇટિંગમાં અયોધ્યા નગરી અલગ જ રૂપરંગમાં નીખરી ઉઠી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ સ્પષ્ટ કરી દીધુ હતુ કે ભૂમિ પૂજન પહેલાના ત્રણ દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ સર્જાઇ જશે. PM મોદી આજે મુકશે રામ મંદિરની પહેલી ઇંટ, જાણો મિનીટ ટૂ મિનીટનો આખો કાર્યક્રમ અયોધ્યામાં વડાપ્રધાન મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ - 5મી ઓગષ્ટે સવારે 9:35 કલાકે દિલ્હીથી પ્રસ્થાન - 10:35 કલાકે લખનૌ એરપોર્ટ ખાતે લેન્ડિંગ - 10:40 કલાકે હેલિકોપ્ટર દ્વારા અયોધ્યા માટે પ્રસ્થાન - 11:30 કલાકે અયોધ્યાની સાકેત કોલેજના હેલિપેડ પર લેન્ડિંગ - 11:40 કલાકે હનુમાનગઢી પહોંચીને 10 મિનિટ સુધી દર્શન-પૂજન - 12 કલાકે રામ જન્મભૂમિ પરિસર પહોંચવાનો કાર્યક્રમ - 10 મિનિટમાં રામલલ્લા બિરાજમાન સ્થળે દર્શન પૂજન - 12:15 કલાકે રામલલ્લા પરિસરમાં પારિજાતનું વૃક્ષારોપણ - 12:30 કલાકે ભૂમિ પૂજન કાર્યક્રમનો શુભારંભ - 12:40 કલાકે રામ મંદિરની આધારશિલાની સ્થાપના - 02:05 કલાકે સાકેત કોલેજ હેલિપેડ માટે પ્રસ્થાન - 02:20 કલાકે હેલિકોપ્ટર દ્વારા લખનૌ માટે ઉડાન - ત્યાર બાદ લખનૌથી દિલ્હી માટે રવાના થશે PM મોદી આજે મુકશે રામ મંદિરની પહેલી ઇંટ, જાણો મિનીટ ટૂ મિનીટનો આખો કાર્યક્રમ આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં કેટલીય રેલીઓ કરી ચૂક્યા છે. પરંતુ તેઓ રામલલ્લાના દર્શને નથી ગયેલા, હવે પહેલીવાર તે રામ જન્મભૂમિમાં હાજરી આપશે. કોરોના સંકટને લીધે અહીં આકરા નિયમોનું પાલન કરાવવામાં આવશે જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન, માસ્ક પહેરવું ફરજિયાત અને સતત સેનિટાઈઝેશનનો સમાવેશ થાય છે. PM મોદી આજે મુકશે રામ મંદિરની પહેલી ઇંટ, જાણો મિનીટ ટૂ મિનીટનો આખો કાર્યક્રમ ખાસ વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય સંઘ પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, રામ મંદિર ટ્રસ્ટના નૃત્યગોપાલ દાસ ઉપસ્થિત રહેશે. તે સિવાય કુલ 175 વિશિષ્ટ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. PM મોદી આજે મુકશે રામ મંદિરની પહેલી ઇંટ, જાણો મિનીટ ટૂ મિનીટનો આખો કાર્યક્રમ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ

Embed widget