(Source: ECI/ABP News/ABP Majha)
Heeraba Modi Health: હીરાબાની તબિયતને લઈ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને શું કહ્યું ?
Heeraben Modi Hospitalised: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની ખબર અંતર પૂછવા પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા છે.
Heeraben Modi Hospitalised: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતને લઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માતાની ખબર અંતર પૂછવા પીએમ મોદી અમદાવાદ આવી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કર્યું છે.
શું લખ્યું રાહુલ ગાંધીએ....
માતા અને પુત્ર વચ્ચેનો પ્રેમ શાશ્વત અને અમૂલ્ય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું કે તમારી માતા જલ્દી સ્વસ્થ થઈ જાય.
एक मां और बेटे के बीच का प्यार अनन्त और अनमोल होता है।
— Rahul Gandhi (@RahulGandhi) December 28, 2022
मोदी जी, इस कठिन समय में मेरा प्यार और समर्थन आपके साथ है। मैं आशा करता हूं आपकी माताजी जल्द से जल्द स्वस्थ हो जाएं।
પ્રિયંકા ગાંધીએ શું લખ્યું
વડાપ્રધાન નરેન્દ્ર માતાની તબિયત ખરાબ હોવાના સમાચાર મળ્યા. આ ઘડીમાં બધા તેની સાથે છીએ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.
प्रधानमंत्री श्री @narendramodi जी की माता जी के अस्वस्थ होने का समाचार प्राप्त हुआ। इस घड़ी में हम सब उनके साथ हैं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) December 28, 2022
मैं ईश्वर से प्रार्थना करती हूं कि उन्हें जल्द स्वास्थ्य लाभ मिले।
હીરાબાના 100મા જન્મદિવસે પીએમ મોદીએ લખ્યો હતો બ્લોગ
PM મોદીએ હીરાબાના 100મા જન્મદિવસ નિમિત્તે 'મા' નામનો બ્લોગ લખ્યો હતો. જેમાં મોદીએ તમામ સંસ્મરણો વાગોળતા તેમના જીવનમાં માતાનું મહત્વ સમજાવ્યું હતું. મા, આ માત્ર એક શબ્દ નથી. આ જીવનની લાગણી છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, ઘણું બધું સમાયેલું છે. પછી તે વિશ્વનો કોઈ પણ ખૂણો હોય, કોઈ પણ દેશ હોય, દરેક બાળકના હૃદયમાં સૌથી અમૂલ્ય પ્રેમ માતા હોય છે. માતા ફક્ત આપણા શરીરને જ નહીં, પણ આપણા મનને, આપણા વ્યક્તિત્વને, આપણા આત્મવિશ્વાસને પણ આકાર આપે છે. અને તેના બાળકો માટે આવું કરતી વખતે તે પોતાની જાતને ખર્ચે છે, પોતાને ભૂલી જાય છે.
આજે હું મારી ખુશી, મારું સૌભાગ્ય તમારા બધા સાથે શેર કરવા માંગુ છું. મારી માતા, હીરાબા આજે 18મી જૂને તેમના સોમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં છે. એટલે કે તેમનું જન્મશતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે. જો પિતા આજે જીવિત હોત તો તેઓ પણ ગયા અઠવાડિયે 100 વર્ષના થયા હોત. એટલે કે 2022 એ એક વર્ષ છે જ્યારે મારી માતાનું જન્મ શતાબ્દી વર્ષ શરૂ થઈ રહ્યું છે અને આ વર્ષે મારા પિતાનું જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.
ગયા અઠવાડિયે મારા ભત્રીજાએ ગાંધીનગરથી મારી માતાના કેટલાક વીડિયો મોકલ્યા હતા. સોસાયટીના કેટલાક નાના છોકરાઓ ઘરે આવ્યા છે, ખુરશી પર પિતાની તસવીર રાખવામાં આવી છે, ભજન કીર્તન ચાલી રહ્યું છે અને માતા ભજન ગાઈ રહી છે અને મંજીરા વગાડી રહી છે. માતા હજુ પણ એવી જ છે. શરીરની ઉર્જા ભલે ઓછી થઈ ગઈ હોય પણ મનની ઉર્જા યથાવત છે.
આમ તો આપણે અહીં જન્મદિવસની ઉજવણી કરવાની કોઈ પરંપરા નથી. પરંતુ પરિવારમાં નવી પેઢીના બાળકોએ આ વખતે પિતાના જન્મ શતાબ્દી વર્ષમાં 100 વૃક્ષો વાવ્યા છે. આજે મારા જીવનમાં જે કંઈ સારું છે, મારા વ્યક્તિત્વમાં જે કંઈ સારું છે તે મારા માતા અને પિતાની ભેટ છે. આજે જ્યારે હું અહીં દિલ્હીમાં બેઠો છું ત્યારે મને ઘણી જૂની વાતો યાદ આવી રહી છે.