શોધખોળ કરો
Advertisement
હાથરસની ઘટના પર પીએમ મોદીએ સીએમ યોગી સાથે કરી વાત, કહ્યું- દોષીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે
ઉત્તરપ્રદેશના હાથરસમાં કથિત ગેન્ગરેપ મામલા વિશે વડાપ્રધાન મોદીએ યુપીના સીએમ યોગી સાથે વાત કરી છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કહી છે
લખનઉઃ ઉત્તરપ્રદેશના હાથરસમાં કથિત ગેન્ગરેપ મામલા વિશે વડાપ્રધાન મોદીએ યુપીના સીએમ યોગી સાથે વાત કરી છે. પીએમ મોદીએ સીએમ યોગી સાથે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કહી છે. સીએમ યોગીએ પોતાના ટ્વીટમાં લખ્યું- આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ હાથરસની ઘટના પર વાત કરી છે, અને કહ્યું છે કે દોષીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.
બીજા એક ટ્વીટમાં યોગીએ કહ્યું- હાથરસમાં બાળકીની સાથે ઘટેલી દૂર્ભાગ્યપૂર્ણ ઘટનાના દોષીઓ નહીં બચે, મામલાની તપાસ માટે સ્પેશ્યલ તપાસ ટીમનુ ગઠન કરવામાં આવ્યુ છે, આ ટીમ આગામી સાત દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે, તરત જ ન્યાય નક્કી કરવાના હેતુ કરવા આ મામલાનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે.
હાથરસની ઘટના બાદ વિપક્ષ યોગી સામે બાયો ચઢાવી રહ્યુ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં અંતિમ સંસ્કાર કરવાને લઇને બુધવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનુ રાજીનામુ માંગ્યુ અને આરોપ લગાવ્યો કે રાજ્યની બીજેપી સરકાર માત્ર અન્યાયની બોલબાલા છે.
પ્રિયંકાએ ટ્વીટ કર્યુ - રાત્રે 2.30 વાગે પરિવારજનો રડતા રહ્યાં પરંતુ હાથરસની પીડિતાના શરીરને યુપી તંત્રએ જબરદસ્તીથી સળગાવી દીધુ, જ્યારે તે પીડિતા જીવત હતી ત્યારે સરકારે તેને સુરક્ષા ના આપી,જ્યારે તેના પર હુમલો થયો ત્યારે સરકારે સમય પર સારવાર ના આપી.
રિપોર્ટ અનુસાર, પોલીસે હાથરસ મામલાની પીડિતાનો મંગળવારે મોડીરાત્રે અંતિમ સંસ્કાર કરી દીધો. હાથરસ જિલ્લાના ચંદપા સ્ટેશન વિસ્તાર સ્થિત એક ગામમાં 14 સપ્ટેમ્બરે છોકરી સાથે કથિત રીતે સામૂહિક બળાત્કારની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
મનોરંજન
ગુજરાત
Advertisement