શોધખોળ કરો
Advertisement
મોદી માટેનું ખાસ વીવીઆઈપી પ્લેનની કિંમત જાણીને લાગી જશે આંચકો, જાણો શું હશે સગવડો?
સુત્રો અનુસાર, આ એક યુએસ બેઝ્ડ વિમાન છે, અને આ લક્ઝૂરિયસ વિમાનની કિંમત 1200 કરોડ રૂપિયા છે. આ વિમાનમાં તમામ સગવડો લક્ઝૂરિયસ છે
નવી દિલ્લીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર વિમાનના અંદરના લૂકનો દાવો કરતી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આ તસવીરોને મોદી સરકારે ખોટી ગણાવી છે પણ તેના કારણે મોદી સહિતના વીવીઆઈપી માટે ભારત સરકારે જેનો ઓર્ડર આપ્યો છે એ બોઈગનું ખાસ વિમાન ફરી ચર્ચામાં છે.
પીએમ મોદીના વિમાનની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી જીતુ પટવારીએ તસવીર વાયરલ કરી હોવાનુ ચર્ચાઇ રહ્યું છે. જોકે, પીઆઇબી ફેક્ટ ચેકને આ તસવીરને નકલી ગણાવી છે.
જીતુ પટવારીએ પોતાની ટ્વીટર એકાઉન્ટ પ વિમાનની અંદરની એક તસવીર શેર કરી છે. જીતુ પટવારીનું કહેવુ છે કે, આ વડાપ્રધાન મોદીનુ વિમાન છે. પોતાના ટ્વીટરમાં તેને લખ્યું- પીએમ ચાય વાલે કી પુષ્ટભૂમિ સે આતે હૈ તો ક્યા હુઆ. હમ ઉન્હે જબ જ્યાદા સુવિધાએ દે દેંગે, તભી તો વો ભારત કો વિશ્વગુરુ બનાયેંગે. પ્રધાનમંત્રી કે વિમાન કે અંદર સે દર્શન. જોકે, પીઆઇબી ફેક્ટ ચેકે જીતુ પટવારી દ્વારા ટ્વીટ કરવામાં આવેલી તસવીરોને ફેક ગણાવી છે. સુત્રો અનુસાર, આ એક યુએસ બેઝ્ડ વિમાન છે, અને આ લક્ઝૂરિયસ વિમાનની કિંમત 1200 કરોડ રૂપિયા છે. આ વિમાનમાં તમામ સગવડો લક્ઝૂરિયસ છે.
પીઆઇબી ફેક્ટ ચેક એકાઉન્ટ તરફથી કહેવામાં આવ્યુ કે એક યૂઝરે લગ્ઝૂરિયસ વિમાનની તસવીર પૉસ્ટ કરી, જેમાં દાવો કરવામાં આવ્યો કે આ પીએમ નરેન્દ્ર મોદીનુ સત્તાવાર વિમાન છે. વળી, પીઆઇબી ફેક્ટ ચેક તરફથી બતાવવામાં આવ્યુ કે આ દાવો ખોટો છે. પીઆઇબી ફેક્ટ ચેકે જણાવ્યુ કે તસવીર બૉઇંગ 787 દ્વારા એક ખાનગી ડ્રીમલાઇનર મૉડલની છે, આ તસવીર પીએમ મોદીના વિમાનની નથી. પીઆઇબી ફે્ક્ટે ખોટા ન્યૂઝ ગણાવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ખેતીવાડી
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion