Kolkata Rape Case: કોલકાતા રેપ કેસ પર પીએમ નરેન્દ્ર મોદીએ આપી પહેલી પ્રતિક્રિયા, કહ્યું-બેદરકારી રાખનાર...
Kolkata Rape Case: કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટરના રેપ અને હત્યા કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટું નિવેદન આપ્યું છે.
Kolkata Rape Case: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસ પર મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. કોઈ પણ વ્યક્તિનું શોષણ થાય, તેને બક્ષવામાં આવવો જોઈએ નહીં.
माताओं-बहनों का जीवन आसान बनाने के लिए हमारी सरकार पूरी तरह प्रतिबद्ध है। महाराष्ट्र के जलगांव में लखपति दीदियों का ये उत्साह और विश्वास अद्भुत है। देशभर की लखपति दीदियों को मेरा प्रणाम।https://t.co/nMVX30SAci
— Narendra Modi (@narendramodi) August 25, 2024
આ ઘટના અંગે પીએમ મોદીએ કહ્યું, "મહિલાઓ વિરુદ્ધ અપરાધ એ અક્ષમ્ય પાપ છે. આરોપી કોઈ પણ હોય, તે બચાવો જોઈએ નહીં. જે કોઈ પણ રીતે તેની મદદ કરે છે તે પણ બચવા જોઈએ નહીં. હોસ્પિટલ હોય, શાળા હોય, ઓફિસ હોય અથવા પોલીસ તંત્ર, જે પણ સ્થળે લાપરવાહી થતી હોય સૌનો હિસાબ થવો જોઈએ. ઉપરથી લઈને નીચે સુધી સૌને સ્પષ્ટ સંદેશો જવો જોઈએ કે આ પાપ અક્ષમ્ય છે, અરે સરકાર આવતી જાતી રહે છે પરંતુ જીવનની અને નારીની રક્ષા, એ સમાજના રુપે અને સરકારના રુપે...આપણું પરમ કર્તવ્ય છે. મહિલા પર અત્યાચાર કરનારાઓ સામે કડકમાં કડક સજા કરવા માટે અમારી સરકાર કાયદામાં ફેરફાર પણ કરી રહી છે.
ટોલીગંજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
અગાઉ, પશ્ચિમ બંગાળ મોશન પિક્ચર આર્ટિસ્ટ ફોરમે ટોલીગંજમાં આરજી કર મેડિકલ કોલેજ બળાત્કાર-હત્યા કેસમાં ન્યાયની માંગ સાથે વિરોધ કર્યો હતો. આ દરમિયાન અભિનેતા પરમબ્રત ચેટર્જીએ કહ્યું હતું કે, "16 દિવસ વીતી ગયા છે અને આ દરમિયાન ઓછામાં ઓછી 5 અન્ય બળાત્કારની ઘટનાઓ બની છે. બદલાપુર, આસામ કે મુઝફ્ફરનગરમાં શું થયું છે તે આપણે બધા જાણીએ છીએ. હું કોલકાતાનો છું તેથી હું જવાબદારીની માંગ કરીશ. કોલકાતા વહીવટીતંત્ર દ્વારા બળાત્કાર તરફ દોરી જવાની માનસિકતામાં ફેરફારની જરૂર છે, જો વહીવટીતંત્ર એવું કહેવાનું શરૂ કરે છે કે જે લોકો રાજકારણ સાથે જોડાયેલા છે તે યોગ્ય નથી.
આ પણ વાંચો...