શોધખોળ કરો

છેલ્લા 5 વર્ષમાં 8 લાખ ભારતીયોએ છોડી દીધી ભારતની નાગરિકતા, જાણો કેમ વધી રહ્યો છે વિદેશમાં વસવાનો ટ્રેન્ડ

Citizenship: છેલ્લા 5 વર્ષમાં લગભગ 8.34 લાખ ભારતીયોએ પોતાની ભારતીય નાગરિકતા છોડી દીધી. આ ઉપરાંત 114 અન્ય દેશોના નાગરિક બની ગયા.

Citizenship: ભારતીય લોકોમાં વિદેશમાં વસવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં છેલ્લા 5 વર્ષમાં 8 લાખ, 34,000 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. આનાથી પ્રશ્ન ઉઠે છે કે આખરે કેમ આટલા બધા લોકો ભારત છોડીને વિદેશમાં વસવા માટે જઈ રહ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે છેલ્લા 5 વર્ષમાં પોતાની નાગરિકતા છોડનારા ભારતીય નાગરિકો પર પૂછાયેલા પ્રશ્નોના લેખિત જવાબમાં આ માહિતી આપી. વિદેશ મંત્રીએ પોતાના જવાબમાં 2011-2018નો ડેટા પણ શેર કર્યો.

કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે (1 ઓગસ્ટ) રાજ્યસભામાં જણાવ્યું હતું કે વર્ષ 2023માં 2.16 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી. વિદેશ મંત્રીએ જણાવ્યું કે 2023માં પોતાની નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા 2,16,219 (2.16 લાખ) હતી. સરકારે જણાવ્યું કે 2022માં આ આંકડો 2,25,620 (2.25 લાખ) હતો, જ્યારે 2021માં 1,63,370 (1.63 લાખ); 2020માં 85,256; અને 2019માં 1,44,017 (1.44 લાખ) હતો.

જાણો નાગરિકતા છોડવાનું શું છે કારણ?

વાસ્તવમાં, સામાન્ય રીતે માનવામાં આવે છે કે લોકો વધુ સારી નોકરી અને રહેણીકરણી માટે અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે અથવા ત્યાંની નાગરિકતા લે છે. ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ, 2020 અનુસાર, સારી લાઇફસ્ટાઇલ માટે લોકો નવી નાગરિકતા લે છે. આની સાથે જ ગુનાખોરીનો દર વધવાથી અથવા દેશમાં વ્યાવસાયિક તકોની અછતને કારણે પણ લોકો આવું કરે છે. આ ઉપરાંત વિદેશોમાં સારો પગાર અને કામ કરવાનું વધુ સારું વાતાવરણ પણ લોકો માટે ભારત છોડવાનું એક મોટું કારણ છે.

જાણો કયો દેશ છે પ્રથમ પસંદગી?

ભારતના લોકોમાં વિકસિત અને સમૃદ્ધ દેશોમાં નાગરિકતા લેવાની ઇચ્છા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં વર્ષ 2018થી 2023 સુધી ભારતીયોએ 114 દેશોમાં નાગરિકતા મેળવી છે. આમાંથી મોટાભાગના લોકો અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે અને જર્મનીમાં વસ્યા છે. જોકે, છેલ્લા 6 વર્ષમાં 70 લોકોએ પાકિસ્તાની નાગરિકતા પણ લીધી. જ્યારે 130એ નેપાળી નાગરિકતા મેળવી અને 1,500 લોકોએ કેન્યાની નાગરિકતાનો વિકલ્પ પસંદ કર્યો. ચીન પછી ભારતમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા બીજી સૌથી વધારે છે.

વિદેશમાં ઉચ્ચ અભ્યાસના છે વધુ સારા વિકલ્પો

વિદેશોમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર ભારતની તુલનામાં ઘણું ઊંચું છે. ઘણા લોકો અભ્યાસ વીઝા પર જાય છે. સ્નાતક થયા પછી પોસ્ટ સ્ટડી વર્ક વીઝા માટે અરજી કરે છે. આ પછી કાયમી નાગરિકતા માટે અરજી કરે છે અને નાગરિકતા મેળવી લે છે. આની સાથે જ વિદેશોમાં સરકારી અને સંવેદનશીલ ક્ષેત્રોમાં નોકરીની પણ તક મળે છે.

આ પણ વાંચોઃ 

રાજકોટના લોકોની સાતમ આઠમ બગડે તેવા એંધાણ, લોકમેળાને લઈને આવ્યા મોટા સમાચાર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ
Aadhaar Name Change: શું આધાર કાર્ડમાં 3જી વખત નામ બદલી શકાય? જાણો UIDAI નો નિયમ

વિડિઓઝ

ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ
Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Forecast: દેશના 19 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Embed widget