શોધખોળ કરો
Advertisement
લોકડાઉન દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ અંદાજ, કઈ તારીખે શું કરી મહત્વની વાતો? જાણો
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રને સંબોધન કરતાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે
દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે રાષ્ટ્રને સંબોધન કરતાં આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. દેશમાં જ્યારથી કોરોનાનું સંકટ જોવા મળી રહ્યું છે ત્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરે છે. આજે અમે તમને બતાવી રહ્યાં છીએ કે, કોરોના સકંટની વચ્ચે પણ નરેન્દ્ર મોદીએ ક્યારે-ક્યારે સંવાદ કર્યો અને દેશવાસીઓને શું કહ્યું? આ દરમિયાન નરેન્દ્ર મોદીનો અલગ-અલગ અંદજ જોવા મળ્યો હતો.
14 એપ્રિલ 20 - 3 મે સુધી લોકડાઉન લંબાવાયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી 3 મે સુધી લોકડાઉન લંબાવાની જાહેરાત કરી છે. અગાઉ 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી હતી જેનો આજે છેલ્લો દિવસ હતો.
11 એપ્રિલ 2020 - મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી તે દરમિયાન નરેન્દ્ર મોદી માસ્ક પહેરીના આવ્યા હતાં. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ પણ માસ્ક પહેરીને વીડિયો કોન્ફરન્સમાં બેઠેલા જોવા મળ્યાં હતાં.
3 એપ્રિલ 2020 - વીડિયો સંદેશ, 5 એપ્રિલે રાતે 9 વાગે 9 મીનિટ સુધીનો આપ્યો ટાસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે 5 એપ્રિલે રાતે 9 વાગ્યે સમગ્ર દેશમાં 9 મીનિટ સુધી પોતાના ઘરની લાઈટો બંધ કરો અને તેની બદલામાં ઘરમાં મીણબત્તી અથવા દીવો પ્રગટાવો. પીએમનો હેતુ એકવાર ફરી કોરોનાની વિરૂદ્ધ દેશને એકતાના સુત્રમાં બાંધવાનો હતો.
24 માર્ચ 2020 - 25 માર્ચે 21 દિવસ માટે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે 24 માર્ચે 21 દિવસ સુધી સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી.
19 માર્ચ 2020 - 22 માર્ચે જનતા કર્ફ્યૂનું એલાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતાં 22 માર્ચે સવારે 7 વાગેથઈ રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂનું એલાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને અપીલ કરતાં કહ્યું હતું કે, 22 માર્ચે સાંજે 5 વાગે કોરોના વાયરસ સામે લડી રહેલા લોકોની મદદ કરી રહેલા તમામ ડોક્ટર સહિત મેડિકલ ટીમનો આભાર માનવામાં આવે. ઘરની બાલ્કનીમાંથી થાળી અને તાળીઓ વગાડીને આભાર વ્યક્ત કરજો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion