શોધખોળ કરો
‘અભિનંદન’ શબ્દનો અર્થ થતો હતો વેલકમ, આજે તેનો અર્થ જ બદલાઈ ગયો: PM નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પાકિસ્તાની વિમાન દ્વારા ભારયતીય હવાઈ સરહદના ઉલ્લંઘન દરમિયાન વીરતાનું પ્રદર્શન કરનાર વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાત્રે પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા. તેમની વાપસીથી દેશ ખુશ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેમનું સ્વાગત કર્યું છે. આજે તેમણે એક કાર્યક્રમમાં અભિનંદનની વીરતાના વખાણ કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘હિન્દોસ્તાન જે પણ કરશે, દુનિયા તેને ધ્યાનથી જોશે. આ દેશની તાકાત જ ખે તે ડિક્ષેનરીના શબ્દોનો અર્થ બદલી નાખે છે. એક સમયે અભિનંદનનો અર્થ થતો હોત વેલકમ અને હવે અભિનંદનનો અર્થ જ બદલાઈ જશે.’ પીએમ એ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આપેલા સંક્ષિપ્ત સંબોધનમાં વિંગ કમાન્ડરના શૌર્યના વખાણ કર્યા.
વિજ્ઞાન ભવનમાં આયોજીત કાર્યક્રમમાં પીએમે પોતાની સરકારના સસ્તા હાઉસિંગ કાર્યક્રમોને પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે કંસ્ટ્રકશનમાં પોતાના વિચારને લઇ આપણે બદલાવ કર્યો. ઘર હોય, મકાન હોય, કોમર્શિયલ બિલ્ડિંગ કે રસ્તા કેમ ના હોય, તેને ઇકો ફ્રેન્ડલી બનાવા માટે આપણે કામ કર્યું. અફોર્ડેબલ હાઉસિંગ પર જીએસટીને ખૂબ ઘટાડ્યો. તેને 8 ટકાથી ઘટાડીને આપણે 1 ટકા કરી દીધો છે.PM Modi at 'Construction Techonolgy India'19' in Delhi: Hindustan jo bhi karega, duniya use gaur se dekhti hai. Is desh ki takat hai ki dictionary ke shabdon ke arth badal deta hai. Kabhi '#Abhinandan' ka angrezi hota tha 'Congratulation', ab 'Abhinandan' ka arth badal jaayega. pic.twitter.com/vit3RTCXBS
— ANI (@ANI) March 2, 2019
વધુ વાંચો





















